– પતિથી અલગ રહેતી મહિલાએ ઘરકંકાસમાં આકરું પગલું ભર્યું હોવાની ચર્ચા
સુરત : સુરત શહેરમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.પતિથી અલગ રહેતી મહિલાએ ઘરકંકાસમાં આકરું પગલું ભર્યું હોવાની હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે.જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
રાંદેર ઊગત રોડ વિસ્તારમાં રહેતી માતાએ પોતાના જ ત્રણ વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે.સુસાઈડ નોટ પ્રમાણે,આપઘાત કરનારી મહિલા તેના પતિ સતીષના અફેર અંગે જાણતી હતી.જ્યારે પતિને સપોર્ટ કરતી માતા સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
સુસાઈડ નોટમાં પતિ અંગે શું લખ્યું?
કાશ સતીશ, તું સમજતે, તારી મા પણ સમજતે.મને અને રિશુને તારી બહુ જરૂર હતી.તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા,મારું ઘર તોડવાવાળી તારી મા.જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યાં.શું કામ મારી જિંદગી બરબાદ કરી.ભાવના સાથે તારું અફેર હતું,મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી,પણ મા-બાપના વિચારે હું અટકી જતી.હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું.મારું ઘર તોડી નાખ્યું તારે માએ.
મારો હીરો મરી ગયો,મેં ગળું દબાવીને મારી નાખ્યો,મારું ઢીંગલું I LOVE You So Much Rishu. એ જીવતે તો તેની જિંદગી બરબાદ થઈ જતે.મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા.મારા ઢીંગલાને મારતાં હું બહુ રડતી હતી.મારો દિલનો ટુકડો,મારી જાન મારો રિશું,સોરી દીકરા,આવી રીતે તને મારવા માટે.