સુરત,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર : થર્ટી ફસ્ટ નિમિતે દારૂ લાવી ઘરમાં સંતાડી વેચાણ કરતા બે ઇસમોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે 26 હજારનો દારૂ,બે મોબાઈલ ફોન મળી કુલ 38 હજારની મત્તા કબજે કરી છે અને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતમાં વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વરાછા માતાવાડી પાસે આવેલી દિવાળીબાગ સોસાયટીમાં આવેલા ઘરમાં થર્ટી ફસ્ટને લઈને દારૂનો જત્થો લાવવામાં આવ્યો છે.અહીં ચોરી છૂપીથી વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ બાતમીના આધારે વરાછા પોલીસે અહી દરોડો પાડ્યો હતો.પોલીસે ઘરમાં તપાસ કરી 26 હજારની કિમતનો વિદેશી દારૂનો જત્થો,બે મોબાઈલ ફોન મળી કુલ 38 હજારની મત્તા કબજે કરી હતી
આ ઘટનામાં પોલીસે અહી રહેતા શક્તિસિહ લક્ષમણસિંહ ચૌહાણ તથા નરેન્દ્રસિંહ રડમલસિંગ ચૌહાણની ધરપકડ કરી છે.બંને આરોપી સામે વરાછા પોલીસે ગુનો નોધી ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.