– ત્રણ સંતાનોના માતા-પિતા વચ્ચે પારિવારિક ઝઘડા હુમલાનું કારણ
સુરત : સાવધાન દારૂ પીને ઘરમાં ધમાલ કરી તો પત્ની બ્લેડથી પણ હુમલો કરી શકે છે.સુરત પાંડેસરા વિસ્તારના એક દારૂડીયા પતિ પર પત્નીએ બ્લેડથી હુમલો કરી 5 ઘા માર્યા હોવાની વાત સાંભળી ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા યુવાનને ત્રણ સંતાન અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.એટલું જ નહીં પણ દારૂ પી ધમાલ કરતા અનિલ પર પત્ની મીનાએ અગાઉ પણ 3-4વાર આવા હુમલા કર્યા હોવાનું ઇજાગ્રસ્તની માતાએ જણાવ્યું છે.
પતિની દારૂ પીવાની કુટેવથી પત્ની પરેશાન
અનિલ મહારાષ્ટ્રના ધુલિયાનો રહેવાસી અને સુરતમાં રીક્ષા ચલાવતો હોવાનું માતાએ જણાવ્યું છે.ત્રણ સંતાનોના માતા-પિતા વચ્ચે પારિવારિક ઝઘડા હુમલાનું કારણ બની રહ્યા છે.ઘરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી પત્ની મીનાને પતિની દારૂ પીવાની કુટેવ અને ત્યારબાદ થતા ઝઘડા માનસિક તણાવમાં મૂકી દેતા હોવાની વાત બહાર આવી છે.
પતિના ગાલ અને ગળા સહિત હાથ પર ઘા માર્યા
આજે ભર બપોરે દારૂ પી ઘરે આવેલા અનિલએ કોઈ વાત પર માથાકુટ કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારબાદ વાત ઉગ્ર બની જતા મીનાએ બ્લેડ વડે પતિના ગાલ અને ગળા સહિત હાથ પર ઘા માર્યા હોવાની વાત સામે આવી છે.જોકે, સિવિલમાં સારવાર લઈ રહેલા અનિલની તબિયત સાધારણ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.ઘા ઉડા હોવાછતાં કોઈ જાનહાની જેવી ઇજા ન હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.