By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં દારૂની રેલમછેલ, જનતાએ ભરીમાતા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરતા પોલીસ દોડતી થઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં દારૂની રેલમછેલ, જનતાએ ભરીમાતા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરતા પોલીસ દોડતી થઇ
GeneralSurat

સુરતમાં દારૂની રેલમછેલ, જનતાએ ભરીમાતા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરતા પોલીસ દોડતી થઇ

HM News
Last updated: 11/05/2021 8:58 AM
HM News
4 years ago
Share
SHARE

– ભરીમાતા વિસ્તારની અંદર બેફામ રીતે દારૂના અડ્ડા ચાવતા હોવાથી લોકોએ કાર્યવાહી કરી

સુરત : ગુજરાતમાં દારૂબંધીની વાતો થતી હોય ત્યારે સુરત શહેરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે.સુરત પોલીસ જાણે તેમને આ બાબતની કોઈ જ જાણ ન હોય તે રીતે વર્તી રહી છે.સુરતના ભરીમાતા વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવી રહી હતી પરંતુ પોલીસ આ બાબતે કોઈ પણ ગંભીરતા દાખવી નથી.આખરે દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી ને પોલીસ હાંફળી-ફાંફળી થઈ ઘટનાસ્થળે પહોંચી હતી.સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અલગ અલગ વિસ્તારોમાં બેફામ રીતે વેચાઈ રહ્યો છે છતાં પોલીસ કોઇ નક્કર કામગીરી કરતી નથી.

ભરીમાતા વિસ્તારમાં કેટલાક લોકો રાત્રે બેઠા હતા તેમને ભગાડવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહે છે પરંતુ જે દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં અવરજવર કરતાં લોકોને રોકવામાં આવતા નથી.એના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ત્યાંની સ્થાનિક પોલીસ ભરીમાતા વિસ્તારની અંદર બેફામ રીતે દારૂના અડ્ડા ચલાવવા માટેની જાણે છૂટ આપી દીધી છે.જો સ્થાનિક લોકોને અવરજવર કરતા રોકી શકાય તો દારૂનો અડ્ડો ચાલતો કેમ બંધ ન કરી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે.દારૂના અડ્ડા આસપાસ ચાલુ રહેતા લોકોની અવરજવર પણ કેમ રોકવામાં આવતી નથી.કાયદેસર રીતે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પોલીસ આ પ્રકારે કેટલાક બુટલેગરોને શા માટે છાવરી રહી છે તે એક મોટો પ્રશ્ન છે.

ભરીમાતા વિસ્તારમાં જનતા રેડ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ને કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસ કમિશનર અજય તોમર દ્વારા દરેક પોલીસ સ્ટેશનને દારૂના વેપલા ઉપર અંકુશ લાવવા માટે ફરજ પાડવી જોઈએ,પરંતુ પોલીસ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સુરત શહેરમાં જાણે કોઈને રસ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.સુરત શહેરમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ ખૂબ મજબૂત હોવાથી ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યનો સૌથી મોટો દાવો, BJPના 3 MLA અમારા સંપર્કમાં, ભાજપ હવે રંગા બિલાનું બની ગયું’
100 કરોડના ખંડણી કેસમાં અનિલ દેશમુખ સામે આરોપનામું દાખલ કરાયું
આજથી વિધાનસભાનાં બજેટ સત્રનો પ્રારંભ
કર્ણાટક વિધાન પરિષદમાં ભારે હોબાળો, કોંગ્રેસ-ભાજપના MLA વચ્ચે છુટા હાથે મારામારી અને ખેંચમતાણ
ના ખાસઈન્ડીયન એરફોર્સ પ્લેનમાં NDRFની પાંચ ટીમ સુરત પહોંચી
Share This Article
Facebook Email Print
Previous Article ‘તારક મહેતા’ સિરિયલની અભિનેત્રી બબિતાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે વાલ્મિકી સમાજમાં રોષ : કલેકટરને આવેદનપત્ર આપ્યું
Next Article ટેમ્પામાં ચોરખાના બનાવી સુરત લઈ જવાતા વિદેશી દારૂ સાથે ચારને LCB એ ઝડપયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up