– દીકરી જગત જનનીની ટૅગલાઇન સાથે પિતા વગરની દીકરીઓનાં લગ્ન સંપન્ન થયાં હતાં
સુરતમાં પિતા વગરની ૩૦૦ દીકરીઓનો શનિવાર અને રવિવારે લગ્નોત્સવ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો.સુરતમાં નવદંપતીઓ સહિત એક લાખથી વધુ નાગરિકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.
મહેશ સવાણીએ કહ્યું હતું કે શનિવારે ૧૫૦ દીકરીઓનાં અને રવિવારે ૧૫૦ દીકરીઓનાં લગ્ન થયાં હતાં.આ દીકરીઓ અને જમાઈઓ સહિત એક લાખ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.નવદંપતીઓએ અંગદાન કરવાનો સંકલ્પ કરવા ઉપરાંત દીકરીઓએ તેમના પરિવારના સભ્યો સહિત ઓછામાં ઓછા ૭૦થી ૮૦ લોકોને અંગદાન માટે સમજાવ્યા હતા અને આ લોકોએ પણ અંગદાન માટે સ્વૈચ્છિક રીતે સંકલ્પ કર્યો હતો.
દીકરી જગત જનનીની ટૅગલાઇન સાથે પિતા વગરની દીકરીઓનાં લગ્ન સંપન્ન થયાં હતાં,જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા,મુકેશ પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યો,કેન્દ્રીય પ્રધાનો દર્શના જરદોશ, પરષોત્તમ રૂપાલા અને ડૉ. મહેન્દ્ર મુંજપરા,ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

