– ફરી કોરોનાના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો થતા ગંભીર દર્દીઓ વધી રહ્યા છે
સુરત, તા. 24 માર્ચ : સુરતમાં ફરી કોરોનાના કેસો વધતા ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 113 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 213 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.તે પૈકી 113 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં 13 વેન્ટિલેટર, 33 બીપેપ અને 67 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી બંને હોસ્પિટલોની ડોક્ટરોની ટીમ તેમને કોરોના મુક્ત કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે.ઉલ્લેખનીય છે કે વિતેલા અઠવાડીયામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે.