By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પુત્રના લગ્નની સંગીત સંધ્યામાં ‘આપ’ ના ટાઇટલ ગીત પર ગરબા રમ્યા,આપને સમર્થન આપવા 200 લોકોએ સંકલ્પ લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પુત્રના લગ્નની સંગીત સંધ્યામાં ‘આપ’ ના ટાઇટલ ગીત પર ગરબા રમ્યા,આપને સમર્થન આપવા 200 લોકોએ સંકલ્પ લીધો
GeneralPoliticsSurat

સુરતમાં પુત્રના લગ્નની સંગીત સંધ્યામાં ‘આપ’ ના ટાઇટલ ગીત પર ગરબા રમ્યા,આપને સમર્થન આપવા 200 લોકોએ સંકલ્પ લીધો

HM News
Last updated: 20/02/2021 8:12 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર છેલ્લા દિવસની સંધ્યાએ વેડ રોડના એક દુકાનદારે પુત્રના લગ્નની સંગીત સંધ્યા કાર્યકર્મમાં ‘આપ’ના ટાઇટલ ગીત પર ગરબા રમી સમર્થનના સંકેત આપ્યા છે.દુકાનદાર પ્રવીણભાઈનું માનવું છે કે,દિલ્હીમાં આપ એક મોટી અને સફળ રાજકીય પાર્ટી સાબિત થઈ છે.ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો માટે આપએ સસ્તી વિજળી,પાણી અને શિક્ષણની યોજનાને સરળ અને સફળ બનાવી છે.સુરતમાં પહેલીવાર આપ તમામ સીટ પરથી કોર્પોરેશની ચૂંટણી લડી રહી છે.એટલે દિલ્હી મોડલની શરૂઆત સુરતથી થાય એવી આશા વ્યક્ત કરું છું.

આપના ટાઇટલ સોંગ પર મહેમાનો પણ ગરબા રમ્યા

પ્રવીણભાઈ બોરડાએ જણાવ્યું હતું કે,પહેલા દીકરાના લગ્ન પ્રસંગની મજા કઈ અલગ જ હોય છે.કેટલાય દિવસોથી તૈયારી ચાલી રહી હતી.ચિંતન અને કોમલના લગ્નની શુક્રવારની સાંજે સંગીત સંધ્યાનો દિવસ હતો.માહામારીના પાલન સાથે 150-200 લોકોને બોલાવ્યા હતા.ફાર્મમાં મહેમાનોની સંખ્યા જોઈ ખૂબ જ આનંદ થયો હતો.આપના ટાઇટલ સોંગ પર મહેમાનોએ ગરબા રમી તમામને ખુશ કરી દીધા હતા.લગભગ એક કલાક સુધી ગરબા કાર્યક્રમ ચાલ્યો હતો.

દિલ્હી જેવું મોડલ સુરતમાં પણ આવવું જોઈએ : દુકાનદાર

વધુમાં જણાવ્યું હતું કે હું પોતે આમ આદમી પાર્ટીના કોમન મેન એવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફ્રેન્ડ છું, 5 વર્ષથી એમની કામગીરીથી પ્રભાવિત છું.દિલ્હી જેવું મોડલ સુરતમાં પણ આવવું જોઈએ.સુરતમાં હાલ આપની સરકારની ખૂબ જ જરૂર હોય એમ લાગી રહ્યું છે.જેથી મારા દીકરાના લગ્ન પ્રસંગની સંગીત સધ્યામાં આપના ટાઇટલ સોંગ પર ગરબા રમી સોસાયટીના લગભગ 52 મકાનના 200થી વધુ વ્યક્તિઓ આપને સમર્થન આપવાના સંકલ્પ લીધા હતા.આજે દીકરો લગ્નગ્રંથીથી જોડાશે અને આપના ઉમેદવાર પાલિકામાં વહીવટ કરતા થાય એ માટે પ્રચાર કરશે.

સરકારમાં ઉથલપાથલ વચ્ચે રાજકોટ-અમરેલીમાં મુખ્યમંત્રીની ટિફિન બેઠકમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો
છેલ્લા 4 વર્ષમાં દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યુ, કોરોના મહાઆર્થિક સંકટ બનશે; BJP નેતાની જ કબૂલાત
ઈન્સુરન્સ કંપની Allianzને ઇતિહાસનો સૌથી મોટો 6 અબજ ડોલરનો દંડ
PM મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ : CM
કુંભ મેળા દરમિયાન કોરોનાની ખોટી તપાસ કરવા વાળી લેબ પર EDનો સંકંજો
Share This Article
Facebook Email Print
Previous Article વાપીમાં ત્રણ સંતાનની માતાને બીજા સાથે સંબંધ હોવાની શંકા જતા પ્રેમીએ એકાંતમાં બોલાવી હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી
Next Article સુરતમાં ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતા ફોટો વાઇરલ થયા, કહ્યું ફોટો એડિટ કરેલા છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up