– એડવોકેટ બોધરા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો
– ઓટો રિક્ષા ચાલક પોલીસ સાથે ઉભો હતો
– સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સરથાણા-લસકાણા રોડ પર બીઆરટીએસ પાસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો.ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે છેલ્લા ઘણા સમયથી ઝુંબેશ ચલાવતા એડવોકેટ બોઘરા ગુરુવારે સવારે 11:00 વાગે પોલીસ કે તેમના મળતિયાઓ દ્વારા થઈ રહેલા ગેરકાયદે ઉઘરાણા ખુલ્લા પાડવા સ્થળ પર પહોંચ્યા હતા.ફેસબુક લાઈવ કરતા ઉઘરાણા કરતા તત્વોએ બેફામ બની બોઘરા પર હુમલો કર્યો હતો.
ઓટો રિક્ષા ચાલક પોલીસ સાથે ઉભો હતો
લાકડીના 10 થી 12 ફટકા મરાયા હતા.માથા પર પણ હુમલો થતા લોહીલુહાણ થયેલા મેહુલ બોધરાને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.આ ઘટનાનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.