– શહેરના પાલ વિસ્તારમાં દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપરના સટ્ટા બેટિંગનું વધુ એક નેટવર્ક સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા ઉઘાડું પાડવામાં આવ્યું છે.એસએમસી દ્વારા ઉપરાછાપરી બે દરોડા પાડવા છતાં સ્થાનિક પોલીસના પેટનું પાણી હાલ્યું નથી.સટ્ટાબેટિંગનું હબ બની ચૂકેલા સુરતમાં પોલીસનો બુકીઓ પ્રત્યેનો પ્રેમ હવે ગાંધીનગર સુધી ચર્ચાનો વિષય બન્યો છે.દમણ બાદ હવે સુરતમાં સટ્ટાખોરો એક્ટિવ બન્યા છે.
સુરત : શહેરના પાલ વિસ્તારમાં દરોડો પાડી ક્રિકેટ મેચ ઉપરના સટ્ટા બેટિંગનું વધુ એક નેટવર્ક સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા ઉઘાડું પાડવામાં આવ્યું છે.એસએમસી દ્વારા ઉપરાછાપરી બે દરોડા પાડવા છતાં સ્થાનિક પોલીસના પેટનું પાણી હાલ્યું નથી. સટ્ટાબેટિંગનું હબ બની ચૂકેલા સુરતમાં પોલીસનો બુકીઓ પ્રત્યેનો ગાંધારી પ્રેમ હવે ગાંધીનગર સુધી ચર્ચાનો વિષય બન્યો છે.દમણ બાદ હવે સુરતમાં સટ્ટાખોરો એક્ટિવ બન્યા છે.
સટ્ટા બેટિંગ માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની માફક હવે સુરત પણ નામચીન બની ચૂક્યું છે.આઇપીએલ ઉપર અહીંથી કરોડોનો સટ્ટો રમાય છે.માત્ર ગુજરાત જ નહીં દેશના મોટા બુકીઓનું નેટવર્ક અહીં ફેલાયેલું છે.સુરતમાં પણ મુન્નો,વહાબ,મનોજ શર્મા,ક્રિશ્ના સુદામા,ગપ્પુ,રાહુલ બાવો,બંટી રાવણ,બંટી સિટિલાઇટ,બાલાજી,જીગર વાપી,બાલો, વિકાસ,વગેરે આરોપીઓ મોટું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે.આ તમામ સુરત પોલીસ માટે નવા નામ કે ચહેરા નથી.બધા જ પોલીસ ચોપડે નોંધાયેલા છે. શહેર પોલીસના કારભારીઓના નજીક છે,તેમની સેવા ચાકરી કરવા માટે જાણીતા છે.કદાચ આ કારણોસર જ તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી.
બીજી તરફ સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા બીજી વખત પાલ વિસ્તારમાં દરોડો પાડી સટ્ટા બેટિંગના નવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.પાલમાં ગૌરવપથ ઉપર એપેક્ષ હોસ્પિટલ સામે આવેલા ગોથીક હેરીટાઇજના ત્રીજા માળે દરોડો પાડી આકાશ રમેશભાઇ ચાંદરાણીને ઝડ઼પી લીધો હતો. મેચ ઉપર સટ્ટાનું વલણ લેતાં આકાશ લુહાણા પાસેથી એક લેપટોપ, 29 મોબાઇલ ફોન, બે રાઉટર, બે ઇલેક્ટ્રીક બોંડ, 9 મોબાઇલ ચાર્જર તથા રોકડા 12,590 કબજે લેવાયા હતાં.
આકાશની પ્રાથમિક તપાસમાં સટ્ટા બેટિંગના આખા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.આ નેટવર્કમાં સામેલ એવા 50 સટોડિયા, બુકીઓને એસએમસી દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.એસએમસી દ્વારા જે રેકેટનો પર્દાફાશ કરાયો એમાં મુખ્ય ભૂમિકા શિવમ (જુનાગઢ), અનિલ નવકાર (અમદાવાદ), કલ્પેશ (પાટણ), સીકે ચંદ્રકાંત (રાજકોટ), ધવલ (જેતપુર), સંગમ (મુંબઈ), મેનુભાઇ (રાજકોટ), જીતુ (વડોદરા), સોનું (કેશોદ), અશ્વિન (ભાવનગર), રાધે (અમદાવાદ), જીજ્ઞેશ (વાપી), મયૂર પટેલ (અડાજણ સુરત), એસજી સિંઘમ, સંજય (મોરબી), એસઆર શ્રીરામ (મહેસાણા), દીપક પટ (ચોરવાડ), મયૂર ભાણો (ચોરવાડ વેરાવળ), મુન્નો (પાટણ), એસએમ સંજય (મોરબી) વગેરેનો સમાવેશ થાય છે.
આ બધા બુકીઓ સામેની કાર્યવાહી દરમિયાન નાણાંકીય લેણદેણ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ થાય છે.ગેરકાયદે હવાલાઓ પાડી હિસાબ સેટલ કરાતાં હોવા છતાં આ આંગડિયા પેઢીઓ હજી પોલીસ તપાસ અને કાર્યવાહીથી અળગી રહી હોવાની બાબત પણ સૂચક છે.