By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે લક્ઝરી કારમાં એન્ટ્રી પાડી ફાર્મ હાઉસમાં ઉજવ્યો જન્મદિવસ : ઉચ્ચ અધિકીરીઓ પણ ચોંક્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે લક્ઝરી કારમાં એન્ટ્રી પાડી ફાર્મ હાઉસમાં ઉજવ્યો જન્મદિવસ : ઉચ્ચ અધિકીરીઓ પણ ચોંક્યા
GeneralSurat

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે લક્ઝરી કારમાં એન્ટ્રી પાડી ફાર્મ હાઉસમાં ઉજવ્યો જન્મદિવસ : ઉચ્ચ અધિકીરીઓ પણ ચોંક્યા

HM News
Last updated: 28/05/2021 12:03 PM
HM News
4 years ago
Share
SHARE

– પુણા પોલીસ કોન્સ્ટેબલના જન્મદિવસનો વીડિયો સામે આવ્યો

સુરત : સુરત શહેરમાં પોલીસ કર્મચારીઓ સતત વિવાદમાં આવી રહ્યા છે.વિદાય સમારોહ હોય કે જન્મદિવસની ઉજવણી હોય પોલીસ તમામ નીતિ નિયમો નેવે મૂકી રહ્યા છે.એવા સમયે જ સુરતના પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વીડિયો પુણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહાવીર સિંહ મકવાણાનો છે.જેણે ફાર્મ હાઉસમાં રજવાડાના રાજાને ઘટે નહિ કાંઈ ગીત પર મોંઘીદાટ ગાડીમાં બેસી સિંઘમ સ્ટાઈલમાં જન્મદિવસ ઉજવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સુરત શહેરના કોન્સ્ટેબલનો કેવો દબદબાભેર જન્મ દિવસ ઉજવાય છે,તે આ વીડિયો પરથી જણાઈ આવે છે.શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં જન્મદિવસ ઉજવાયો હતો.જેમાં લક્ઝુરિયસ કારમાં રુફથી બહાર નીકળીને ફિલ્મનો હીરો હોય તે રીતે ફિલ્મી ગીત પર દબદબાભેર ફાર્મ હાઉસમાં સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી લેતો વીડિયો સામે આવ્યો છે.પોલીસ કોન્સ્ટેબલનો મોંઘીદાટ બ્રાન્ડેડ કારમાં આ રીતનો વિડીયો જોઈને પોલીસના સિનિયર અધિકારીઓ પણ અવાક બની ગયા છે.પોલીસ કમિશનર દ્વારા કોરોના સંક્રમણ કાળ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને બર્થ ડે સેલિબ્રેશન જેવા કાર્યક્રમો ન ઉજવાય તેના ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે.પરંતુ પોલીસ કર્મચારીઓને જાણે પોલીસ કમિશનરનો કોઈ જ ડર ન હોય તે રીતે વધી રહ્યા છે.જેમાં ખુદ પોલીસ કર્મચારી જ પોલીસ કમિશનરના જાહેરનામાના લીરે લીરા ઉડાવતા નજરે પડી રહ્યાં છે.

કાયદા વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તેમના દ્વારા જ કાયદો-વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હોવાનું નજરે પડી રહ્યું છે,ત્યારે સ્વાભાવિક રીતે સામાન્ય જનતા નિયમોનું પાલન યોગ્ય રીતે કરશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.આ વીડિયોમાં કોન્સ્ટેબલ મહાવીરસિંહ મકવાણા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે તેની સામે પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તેના ઉપર સૌની નજર છે.કારણ કે થોડા દિવસો અગાઉ વિદાય સમારંભ ગોઠવનારા પીઆઈને પોલીસ કમિશનરે સસ્પેન્ડ પણ કર્યા હતાં.

ગુજરાતના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, દિવ – દમણ અને દાદરા નગરહવેલીમાં વીક-એન્ડ કરફ્યુ લદાતાં રજા માણવા નહીં જઈ શકાય…..
ઓલપાડ તાલુકાના 7 ગામમાં‎ 10.69 કરોડના વિકાસકામોનું ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહર્ત
‘પોલીસ પ્રજાનો મિત્ર’ હેઠળ સુરત પોલીસ કમિશ્નરનો નવતર પ્રયોગ, જાણો શું છે અનોખી શરૂઆત
DSP પુત્રીને જોઈ ઇન્સ્પેક્ટર પિતા એ કર્યું સેલ્યૂટ ,ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે ફોટો
ગુજકોમાસોલની ચૂંટણીઃ ૩ બેઠક પર ભાજપના જ ઉમેદવારો આમનેસામને
Share This Article
Facebook Email Print
Previous Article નવા શૈક્ષણિક સત્રમાં 100 ટકા સ્કૂલ ફી માફ કરો, કોગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
Next Article રાત્રિ કર્ફ્યૂની ઐસી તૈસી : બુટલેગરે કેક કાપી બર્થ ડે સેલિબ્રેશન કર્યો, Video થયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up