By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે હીરા વેપારીને રૂ. 8 લાખનો ચુનો ચોપડ્યો, બે ઠગ સામે ફરિયાદ નોંધાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે હીરા વેપારીને રૂ. 8 લાખનો ચુનો ચોપડ્યો, બે ઠગ સામે ફરિયાદ નોંધાઇ
GeneralSurat

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે હીરા વેપારીને રૂ. 8 લાખનો ચુનો ચોપડ્યો, બે ઠગ સામે ફરિયાદ નોંધાઇ

HM News
Last updated: 17/01/2023 12:01 PM
HM News
2 years ago
Share
SHARE

– સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ હીરાના વેપારી સાથે કરી આઠ લાખની છેતરપીંડિ
– પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઠગબાજો સામે ફરિયાદ દાખલ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા વેપારીને સુરત ચોક બજાર પોલીસ મથકના કોન્સ્ટેબલ સહીત બે ઠગબાજો ભેટી ગયા હતા.આ ઠગ બાજોએ વેપારીના ભાઈ સામેના હિરા ચિટિંગના કેસમાં હાઇકોર્ટ સુધી પહોંચ હોવાનું જણાવી સમાધાન કરવાનું કહી આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા.જોકે કોઈ સમાધાન ન થતા અને રૂપિયા પરત માંગતા જે થાય એ કરી લેવાનું કહેતા વેપારીએ પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઠગબાજો સામે ફરિયાદ દાખલ કરી છે.

કતારગામ સિંગણપોર ચાર રસ્તા રાધેશ્યામ સોસાયટીમાં રહેતા મનીષ મનહરભાઇ પટેલ જેની (ઉ.વ. ૩૯) પીપળા શેરી અમૃતશાંતિ એપાર્ટમેન્ટમાં હીરાની ઓફિસ ધરાવે છે.ગત ઓક્ટોબર મહિનામાં નિકુંજ જીવરાજ રાવ નામના વ્યકિતએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ બાબુ વેકરીયા, રાહુલ બંસલ સામે ફરિયાદ નોંધાવી હતી. .

તપાસ દરમ્યાન અન્ય આરોપીઓમાં મનીષના ભાઈ ધર્મેશ,તેના મિત્ર નિલેશ દામજી નાવડીયા તેમજ ઘર્મેશના સાળા વિશાલ જગદીશ ભાદાણીનું નામ બહાર આવતા તેઓ ઘર છોડીને ભાગી ગયા છે.મનીષને તેના ભાઈ ધર્મેશ તેમજ તેના મિત્રોને આ ગુનામાંથી બહાર કાઢવા સગા સબંધીઓને વાતચીત કરી હતી.મનીષને તેના મિત્ર નિલેશ નાવડીયાના મિત્ર બિપીન તેજાણીએ વોટ્સઅપ કોલ કરી ફરીયાદી સાથે સમાધાન કરાવી દઇશ અને આ સમાધાનમાં જેના હિરા છે તે કમલેશ ખત્રીને મારા ઓળખીતા પોલીસ વાળા કમલેશ લાઠીયા કે જે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે તેઓ ઓળખે છે અને મોટુ નામ ધરાવે છે.તેઓ આ મેટ૨માં સમાધાન કરાવી આપશે તેવુ કહ્નાં હતું.બિપિન તેજાણી વારંવાર ફોન કરી કેસમાં સમાધાન કરાવી આપવાનું કહી પોતાની લાગવગ છેક હાઇકોર્ટ સુધી છે તેવી વાતો કરી તેના ભાઇને કેસમાંથી બહાર કાઢવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો.બાદમાં રીંગરોડ ફાલસાવાડી એફ.એસ.એલની ઓફિસ પાસે મળવા માટે બોલાવ્યો હતો.ત્યાં કમલેશ લાઠીયા નામના વ્યકિતએ પોતે ઉ૫૨ સુધી લાગવગ કરીને કેસ પુરો કરાવી આપશે તેવી કહી આઠ લાખ પડાવ્યા હતા.પૈસા આપ્યા બાદ પણ ધર્મેશને શોધવા માટે મહિધરપુરા પોલીસ સહિત અન્ય પોલીસે ઘરે આવતી હતી.જેથી બિપીન તેજાણીને ફોન કરીને જલદીથી કેસ પુરો કરાવવા માટે કહેતા થઇ જશે હોવાનું કહી ગોળગોળ જવાબ આપવા લાગતા મનીષને તેના પૈસા પરત માંગતા આરોપીઓએ ક્યા પૈસા અને કેવા પૈસા તેમ કહી પૈસા પરત નહી આપી છેતરપિંડી કરી હતી.પોલીસે મનીષની ફરિયાદ લઈ બિપીન તેજાણી અને કમલેશ લાઠીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નવરાત્રિ 2021 : ઇચ્છિત પરિણામ મેળવવા માટે 9 દિવસ માટે તમારી મનપસંદ વસ્તુઓ માતાજીને અર્પણ કરો
શ્રીલંકામાં ઘરની પાછળ ખોદકામ દરમિયાન મળ્યો દુર્લભ કિંમતી પથ્થર, Serendipity Sapphire ની કિંમત 10 કરોડ ડોલર
નર્મદામાં મનરેગામાં બોગસ શ્રમિકો ઊભા કરાતા હોવાની ફરિયાદો ઉઠી
રિયાઝ નાયકૂ જેવા આતંકવાદી લીડરને ગ્લોરીફાઇ કરવું ખોટું: CDS બિપિન રાવત
પલસાણા પોલીસે બગુમરાથી 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના સલાબતપુરા વિસ્તારમાં વડાપાંવ અને અન્નુ ગેંગ વચ્ચે ગેંગવોર : તલવાર વડે કાંડા કાંપી નાંખતા ચકચાર મચી
Next Article હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો લઇ આવેલા યુવક-યુવતીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા : 58 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up