By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પોલીસ તંત્ર દ્વારા બજારો અને માર્કેટ બંધ કરવા માટે કવાયત શરૂ, વેપારીઓમાં રોષ : ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પોલીસ તંત્ર દ્વારા બજારો અને માર્કેટ બંધ કરવા માટે કવાયત શરૂ, વેપારીઓમાં રોષ : ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે
GeneralSurat

સુરતમાં પોલીસ તંત્ર દ્વારા બજારો અને માર્કેટ બંધ કરવા માટે કવાયત શરૂ, વેપારીઓમાં રોષ : ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે

HM News
Last updated: 28/04/2021 8:46 AM
HM News
4 years ago
Share
SHARE

– સવારથી જ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને તમામ દુકાનો અને માર્કેટ બંધ કરાવતાં દેખાયા
– સુરત શહેરના ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે : પોલીસ કમિશનર અજય તોમર

સુરત : કોરોના વિસ્ફોટ થતાંની સાથે જ હવે સુરત શહેરની સ્થિતિ વધુ વરસતા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે ગઈકાલે ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમન્ડ માર્કેટને બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.આજે સવારથી જ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને તમામ દુકાનો અને માર્કેટ બંધ કરાવતાં દેખાયા હતા.સુરતના અલગ અલગ વિસ્તારોમાં માર્કેટો બંધ કરાવવાનો પ્રયાસ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વરાછા બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં પોલીસ દ્વારા માર્કેટ અને દૂકાનો બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો પોલીસ બંધ કરાવી ત્યારે વેપારીઓ ટોળામાં એકત્રિત થઈને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.પરંતુ પોલીસે તમામ વેપારીઓને સમજાવીને આખરે દુકાનો બંધ કરાવવા માટે તેમને સમજાવ્યા હતા.મહિધરપુરા ડાયમંડ માર્કેટ પણ આજે સવારે બંધ કરાવવામાં આવી હતી.ઘણા માર્કેટના એસોસિએશને પોલીસને સહકાર આપ્યો હતો પણ ઘણા માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેકસમાં વેપારીઓએ એકાએક બંધ લઈને નારાજગી જાહેર કરી હતી.

શહેરમાં વિકટ પરિસ્થિતિ હોવાને કારણે વહીવટી તંત્ર પાસે અન્ય બીજો કોઈ વિકલ્પ ન હોય તેવું દેખાઈ રહ્યું છે સત્તાવાર રીતે ભલે વહીવટીતંત્ર લોકડાઉન જાહેર નથી કર્યો પરંતુ સમગ્ર શહેરમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્ટેશન વિસ્તાર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હતી ત્યાં જ ત્યારે એક પણ દુકાન ખુલ્લી જોવા નથી મળી રહે અને લોકોની અવરજવર પર જાણે સદંતર બંધ થઈ ગઈ છે.

ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે સુરત શહેરના ટેક્સટાઇલ અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ રહેશે.મેન્યુફેક્ચરિંગ યુનિટોને બંધ કરાવવા માટે કોઈ આદેશ કરવામાં આવ્યા નથી તેમણે એસઓપીનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.તેમજ અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ ચાલુ રહેશે.

હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને મળી મોટી રાહત
આગામી 25 વર્ષ માટે લક્ષ્યો નક્કી કરો: ભાજપના પદાધિકારીઓને સંબોધિત કરતાં PM મોદી
મુંબઇગરાંની સાથોસાથ પાલતુ પ્રાણીઓ પણ સન્ડે સ્ટ્રીટનો આનંદ લેતા થયા
નીટ-પીજી પરીક્ષા પાછળ ધકેલવાની વિદ્યાર્થી સંગઠનની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી
કોરોનાનો વધુ એક કેસ મળી આવતા આરોગ્ય તંત્ર એલર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article સૌરાષ્ટ્રમાં સ્થિતિ અત્યંત ગંભીર, લોકો સારવાર માટે ભાડા ખર્ચી સુરત શિફ્ટ થઇ રહ્યા છે
Next Article ભાજપના દિગજ્જ નેતા દત્તાજી ચિરંદાસનું કોરોના થયાને બે જ દિવસમાં નિધન, ભાજપના વરિષ્ઠ આગેવાનોએ શોક વ્યક્ત કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up