સુરત : સુરત છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઇન ફ્રોડની ઘટના સતત બનતી હોવાની સામે આવે છે,ત્યારે સુરતમાં પણ ઓનલાઇન ફ્રોડની ઘટના સતત વધી રહ્યા છે.ચિટિંગ કરતા લોકો નવી નવી રીતો અપનાવીને લોકોને છેતરતા હોય છે.ન્યુઝ પેપરોમાં અલગ અલગ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા,ચેટીંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રૂપિયા મળશે તેવી લોભામણી તથા લલચામણી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને રૂપિયા પડવામાં આવે છે.
ન્યુઝ પેપરોમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા,ચેટીંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રૂપિયા મળશે તેવી લોભામણી તથા લલચામણી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ અલગ ચાર્જ જણાવી છેતરપીંડી કરનાર આરોપીઓને વિરાર (મહારાષ્ટ્ર) ખાતેથી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા એક મહિલા સહિત બે લોકોની પકડી પાડ્યા છે.પુર્વ આયોજીત કાવતરૂ રચીને ફરિયાદીએ એન.આર.આઇ. છોકરીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાથી રૂ. 2500 થી 3000 મળશે તેવી લોભામણી લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઇ ફરીયાદીને અલગ અલગ ચાર્જ જેવા કે, ગેટ પાસે,ગેસ્ટ હાઉસ બુકીંગના ચાર્જ જણાવી તેઓ પાસે 369, 410/- ગુગલ પે એકાઉન્ટ ટ્રાન્સફર કરાવી તેઓની કોઇ સાથે મુલાકાત ન કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી.
આમ ફરિયાદી દ્વારા રૂપિયા ગુમાવ્યા બાદ સુરત સાયબર ક્રાઈમનો સંપર્ક કરતા સાયબર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.તેના આધારે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.જેમાં સંડોવાયેલ આરોપી રામઆશિષ સિયારામ પાસવાન અને સમા રમેશ ચલીયા સેટીની વિરાર (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસની પૂછપરછમાં આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા અલગ અલગ બેંકોના કુલ-11 બેંક એકાઉન્ટ ગુન્હામાં ઉપયોગ કરેલ હોવાની હકીકત સામે આવી હતી.આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂ. 1,67,04,000 ના વ્યવહાર થયેલ હોવાનું સામે આવ્યું છે, જે લોકોના ફ્રોડ કર્યાના રૂપિયા જ છે.
હાલમાં તો સુરત સાયબર પોલીએ દ્વારા એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી જે મહિલા લોકોને ફોન કરી સારી સારી વાતો કરીને લોકોને ભોળવામાં આવતા હતા.પોલીસની પુછપરછમાં બીજા ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.