સુરત : સુરત મહાનગર પાલિકાની ચૂંટણી આડે માંડ 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 24 ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.જેના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ફરી એક વખત સામ સામે આવી ગયા છે.
વિલાસ પાટીલે ફોટો એડિટ કર્યો છે : સોમનાથ મરાઠે
વાયરલ થયેલા ફોટો બાબતે સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે,આ ફોટો મારી સામેના હરીફ ઉમેદવારે વિલાસ પાટીલે એડિટ કરીને વાયરલ કર્યા છે.તમે સરખી રીતે જોશો તો તમને ખબર પડશે.હું દારુ પાર્ટી કરવા બેઠો હોય તે વાત ખોટી છે.
ફોટો ખોટો હોય તો FSLમાં ચેક કરાવો : વિલાસ પાટીલ
આમઆદમી પાર્ટીના ઉમેદવાર વિલાસ પાટીલે જણાવ્યું હતું કે,સોમનાથ મરાઠેને એમ લાગતું હોય કે,અમે ફોટોને એડિટ કરાવ્યો છે તો પોલીસ ફરિયાદ કરે.એફએસએલમાં તમામ સાચી વિગતો બહાર આવશે.