– લીગલ સેલને મજબૂત કરી સંગઠનને મજબૂત કરવા હાંકલ કરાઈ
સુરત : સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પેજ પ્રમુખ અને પેજ કમિટી સભ્ય બનાવવાના અભિયાનને આગળ વધારવામાં આવ્યું હતું.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વકીલોને પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યાં હતાં.ભાજપ અધ્યક્ષે તમામને જવાબદારી સોંપીને સંગઠન મજબૂત કરવાની હાંકલ કરવામાં આવી હતી.
પેજ પ્રમુખ અભિયાનને સફળ ગણાવાયું
સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપનું સંગઠન વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવનારું સંગઠન છે.ભાજપનો દરેક કાર્યકર મજબૂત છે.ચૂંટણીઓમાં જીતવા માટે નવી વ્યૂહ રચના બનાવાઈ છે.દરેકને એક પેજની જવાબદારી આપવામાં આવી છે.આ પેજના પ્રમુખ નિમાયા છે તે માત્ર ચૂંટણી પૂરતા જ નહી પરંતુ તે સિવાયના કામો કરીને પણ પક્ષને મજબૂત કરી શકે છે.જેથી આ પેજ પ્રમુખનું અભિયાન ખૂબ સફળ રહે તેમ છે.
વકીલોએ ખેસ પહેર્યો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની ઉપસ્થિતિમાં તથા ભાજપના પીઠ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વકીલોને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.


