સુરત : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ડેમમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો છે.સુરતના કેટલાક નીચા વાળા વિસ્તારો સાથે રાંદેર ઝોનના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બિલ્ડીંગમાં પાણી ભરાયા હતા.સરકાર દ્વારા બનાવવામાં આવેલી 12 હાઇરાઇઝના 1500થી વધુ પરિવારો આ પાણીમાં કલાકો સુધી ફસાયા હતા.ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થતા લોકોની મુશ્કેલી વધી હતી.સુરતમાં પડી રહેલા મુસલદાર વરસાદને કારણે અનેક વેચાણ વાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે.આ વરસાદને કારણે અનેક જગ્યાએ પાલિકાના રસ્તાઓ તૂટી ગયા છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે
શહેરના અન્ય વિસ્તાર સાથે જહાંગીરાવાદ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના વીર સાવરકર હાઈટમાં આજે ઘૂંટણ સમા વરસાદના પાણીનો ભરાવો થયો હતો.આ કેમ્પસમાં બાર હાઇરાઇઝ બિલ્ડીંગ છે જેમાં 1500 થી વધુ પરિવારો વસવાટ કરે છે.વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ પાણીમાં થી લોકોએ અવર-જવર કરવાની ફરજ પડી હતી.આ જગ્યાએ પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો લોકોએ બળાપો કાઢ્યો હતો.

