– રાજકીય નેતાઓને માસ્કનો દંડ નહીં આમ પ્રજા પાસે પોલીસ દ્વારા દંડ લેવામાં આવી રહ્યો છેના બેનર સાથે વિરોધ
સુરત : સુરત મહાનગર પાલિકાના માસ્કના નામે દંડ વસૂલાતના વિરોધમાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે.વોર્ડ નંબર 6-7-8 ના આપના કાર્યકરોએ આજે ડભોલી જહાંગીર પુરા બ્રિજ પાસે પોલીસની હાજરીમાં અનોખો વિરોધ કરી તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે.હાથમાં બેનરો લઈને કરાઈ રહેલા વિરોધ પ્રદર્શન પાછળ લોકોને જાગૃત કરવાનો હેતુ હોવાનું જાણવા મળ્યું છે.આપના કાર્યકર્તાઓએ લોકોને કહ્યું હતું કે,પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો.
રાજકીય નેતાઓને માસ્કનો દંડ નહીં આમ પ્રજા પાસે પોલીસ દ્વારા દંડ લેવામાં આવી રહ્યો છેના બેનર સાથેનો વિરોધ જોવા લોકોની ભીડ ભેગી થતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી.આમ આદમી પાર્ટીના અનોખો વિરોધ દ્વારા જાગૃતિના મેસેજમાં લોકોને કહી રહ્યા છે કે,પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો.
જુલિયન વાઘાણી (આપ કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે.ધંધા-રોજગાર ભાગી પડ્યા છે.લોકોની હાલત કફોડી બની રહી છે.આવા સંજોગોમાં પાલિકા માસ્ક વગર પકડાતા લોકો પાસે 500-1000નો દંડ ઉઘરાવે એ કેટલું વ્યાજબી છે.પાલિકા સમાજના આર્થિક રીતે નબળા વ્યક્તિઓ સાથે રમવાનું બંધ કરે એવી જ વિનંતી છે.માસ્કથી કોઈ પણ વ્યક્તિ દંડાઈ નહીં એ માટે આજે અમે વિના મૂલ્ય રાહદારીઓ અને વાહન ચાલકોને માસ્ક આપી પાલિકાના દંડથી બચાવવાનો પ્રયાસ કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


