સુરત, 30 જૂન : પ્રાદેશિક માહિતી કચેરીમાં સંયુક્ત માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ભાવસિંહ રાઠવા અને નાયબ માહિતી નિયામક એમ.એસ.વળવી વય મર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.સુદીર્ઘ,યશસ્વી અને સેવાનિષ્ઠ ફરજ બજાવી નિવૃત્ત થઇ રહેલા બંને વરિષ્ઠ અધિકારીઓનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માહિતી પરિવાર દ્વારા તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેઓનું નિવૃત્તિ જીવન સદાય નિરોગી, સુખમય અને સતત પ્રવૃત્તિમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.સુરત ખાતે ભાવસિંહ રાઠવા સુરત પ્રાદેશિક માહિતી કચેરી ખાતે તા.24મી એપ્રિલ, 2018થી સંયુક્ત માહિતી નિયામકના પદે ફરજ બજાવતા હતા. વળવી વર્ષ 2008માં બઢતી સાથે ગાંધીનગર માહિતી કચેરીમાં પ્રમોશન મેળવ્યા બાદ સુરત પ્રાદેશિક માહિતી કચેરી ખાતે તેઓ વર્ષ સપ્ટે.2012માં સહાયક માહિતી નિયામક પદે અને જુન, 2014માં નાયબ માહિતી નિયામક પદે બઢતી પામ્યા હતા. નિવૃત્ત થનાર બંને અધિકારીઓએ ફરજ દરમિયાન તેમને સહયોગી થયેલ તમામ અધિકારી- કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સહાયક માહિતી નિયામક યુ.બી.બાવીસાએ બંને અધિકારીઓ સાથેના ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળી આભાર વ્યક્ત કરી તેમના નિવૃત્ત જીવન વધુ નીરોગી અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.