[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરતમાં રજા મંજૂર કરવા અને બદલી કરાવવા 10 હજાર માગનાર બે કામદાર અને સેનેટરી ઈન્સ્પેક્ટર ACB રેડમાં ઝડપાયા

[updated_date] [post_views]

Table of Content

– ACBએ લાંચિયા કર્મચારીઓને લાંચના 10 હજાર સાથે ઝડપી લીધા

સુરત : સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવા બદલ લાંચ માગનારા ત્રણને ઝડપી લેવામાં આવ્યાં છે. ACB છટકું ગોઠવીને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે.ગોતાલાવાડી, પટેલનગર- 2 પાસેની વોર્ડ ઓફિસમાં ACB એ ઓપરેશન પાર પાડી લાંચમાં લેવાયેલી રોકડ 10 હજારની રકમ પણ કબ્જે લીધી છે. ACB એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિત 2 સફાઈ કામદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ACBએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ હજાર સફાઇ કામદારો પાસે લેવાઈ રહ્યા હોવાની ફરિયાદ મળી હતી.જેને લઈ એક જાગૃત મહિલા સફાઈ કામદાર પાસે રૂપિયા 10 હજારની માગણી કરાઈ હતી.જો લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરાશે એવી ધમકી અપાઈ હતી.ત્યારબાદ પાલિકાની સફાઈ કામદાર મહિલાએ ફરિયાદ આપતા આખા ઓપરેશન ને સફળતા પૂર્વક પાર પાડવાનું છટકું ગોઠવાયું હતું.

ત્રણેય આરોપીઓ કતારગામ ગોતાલાવાડી વોર્ડ ઓફિસમાં લાંચની રકમ સ્વિકારવાના હોવાથી ACBએ છટકું ગોઠવ્યું હતું.જેમાં ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી,મદદનીશ આરોગ્ય નિરીક્ષક (સેનેટરી સબ ઇન્સ્પેકટર) વર્ગ-3 નોકરી- વોર્ડ નં.-7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા,સુરત,લાલજીભાઇ છનાભાઇ જોગડીયા,સફાઇ કામદાર, વર્ગ-4, નોકરી- વોર્ડ નં.- 7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરત, દિપકભાઇ અરજણભાઇ મકવાણા, સફાઇ કામદાર,વર્ગ-4, નોકરી- વોર્ડ નં-7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરતને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles