મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવવા આજે 4 જુલાઈએ સવારે સુરત આવી પહોંચ્યા છે. સુરતમાં બેઠક યોજીને મુખ્યમંત્રી સુરત જિલ્લા તંત્રએ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો- પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી મેળવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરત જિલ્લા તંત્રએ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો,પગલાંઓ,સારવાર સુવિધાઓની માહિતી અંગે બેઠક યોજી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિતના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી સાથે સુરત આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે સુરત પહોંચ્યા હતા અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે.
3 જુલાઈ સુધીની ગુજરાતની સ્થિતિ…
ગુજરાતમાં 3 જુલાઈએ 687 નવા કેસો સામે આવ્યા હતા અને 18 લોકોના મરણ થયા હતા,જ્યારે 340 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 34686 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 61 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 7778 સ્ટેબલ છે. 24941 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1906 લોકોના મોત થયા છે.
આજે 18 લોકોના મોત થયા છે, જેમાંથી 10 લોકો અમદાવાદના છે, જ્યારે સુરતમાં 5 લોકોના નિધન થયા છે. ખેડામાં 2 નિધન થયા છે,પંચમહાલમાં 1 વ્યક્તિનું નિધન થયું છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 395873 ટેસ્ટ કર્યા છે.હાલમાં ગુજરાતમાં કુલ 256027 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે,જેમાંથી 252976 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 3041 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં આજે એકસરખા કેસ સામે આવ્યા છે. બંને જિલ્લામાં 204 પોઝિટિવ નવા કેસો આવ્યા છે.
આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત…
સુરત 204 કેસ
અમદાવાદ 204 કેસ
વડોદરા 62 કેસ
જૂનાગઢ 26 કેસ
જામનગર 13 કેસ
ભાવનગર 21 કેસ
ગાંધીનગર 16 કેસ
રાજકોટ 10 કેસ
ખેડા 14 કેસ
સુરેન્દ્રનગર 14 કેસ
ભરૂચ 13 કેસ
પંચમહાલ 13 કેસ
પાટણ 11 કેસ
આણંદ 9 કેસ
બનાસકાંઠા 8 કેસ
મહીસાગર 7 કેસ
વલસાડ 6 કેસ
નવસારી 6 કેસ
મહેસાણા 5 કેસ
સાબરકાંઠા 5 કેસ
કચ્છ 5 કેસ
નર્મદા 3 કેસ
તાપી 3 કેસ
બોટાદ 2 કેસ
મોરબી 2 કેસ
અરવલ્લી 1 કેસ
ગીર સોમનાથ 1 કેસ
દાહોદ 1 કેસ
દેવભૂમિ દ્વારકા 1 કેસ
પોરબંદર 1 કેસ
દેશની વાત કરીએ તો 3 જુલાઈ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 20903 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 625544 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 18213 લોકોના મોત થયા છે.જ્યારે 227439 એક્ટિવ કેસ છે અને 379892 સાજા થયા છે.આજે 20032 લોકો સાજા થયા છે. આજે 379 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 241576 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 9297749 ટેસ્ટ થયા છે.
રાષ્ટ્રમાં સૌથી વધુ 186626 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 98392 કેસ છે. દિલ્હીમાં પણ 92175 કેસ છે.મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 8178 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 1321 અને દિલ્હીમાં 2864 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 6328 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 4343 અને દિલ્હીમાં 2373 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 101172 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 56021 અને દિલ્હીમાં 63007 લોકો રિકવર થઇ ગયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 77276 એક્ટિવ કેસ છે, જ્યારે તામિલનાડુમાં 41050 અને દિલ્હીમાં 26304 એક્ટિવ કેસ છે.
જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 10,719,946 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 517,337 લોકોના મોત થયા છે.આજે દુનિયાભરમાં 186,167 નવા કેસ સામે આવ્યા હતા.


