સુરતમાં કોરોનાના વધુ 17 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.સુરતના વિવિધ ઝોનમાં આ નવા કેસ નોંધાયા છે.નવા કેસ મળીને સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 572 પર થઇ છે જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 21 કેસ નોંધાયા છે બીજી તરફ કોરોનાને કારણે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોના મોત નિપજ્યા છે જ્યારે કે 40 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

