સુરતમાં વાવાઝોડાનું તાંડવ : ભારે પવનને પગલે ડુમ્મસ રોડ પર ઘટાદાર વૃક્ષ કાર પડ્યું

HM News
2 Min Read

– મુખ્ય રોડ પર ઝાડ પડતા વાહન વ્યવહાર બંધ, કાર ચાલકનો બચાવ

સુરત, તા. 18 મે : સુરતમાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા સંખ્યાબંધ વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા છે.સુરત ડુમ્મસ રોડ પર એક ઘટાદાર વૃક્ષ ચાલતી કાર પણ તૂટી પડયું હતું.આ ઉપરાંત ચોક બજારમાં એક રિક્ષા ઉપર પણ વૃક્ષ પડ્યું હતું. જોકે બન્ને બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.

ગઈકાલે બપોરથી સુરતમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ ગઇ હતી.મોડી રાતથી આજે સવાર સુધીમાં સુરતના અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે વૃક્ષો તૂટી પડવાના બનાવ બન્યા હતા.સુરત ડુમ્મસ રોડ પર ડુમસ નજીક એક ઘટાદાર વૃક્ષ ચાલતી કાર પર તૂટી પડ્યું હતું.જોકે આ દુર્ઘટનામાં કાર ચાલકનો અદ્દભુત બચાવ થયો હતો. આવી જ રીતે શહેરના અઠવા ગેટ અને ચોક બજાર વિસ્તારમાં પણ વૃક્ષો તૂટી પડયા હતા.એક જગ્યાએ ઝાડ રીક્ષા પર પડ્યું હતું તેમાં પણ ચાલકનો બચાવ થયો હતો.વાવાઝોડા છતાં પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેમના માથે વૃક્ષો પડવાના કે હોર્ડિંગ્સ પડવાનું જોખમ ઊભું થયું છે.

મંગળવારે પણ વાવાઝોડાની અસરને પગલે ખાસ કરીને ડુમસથી રાંદેર સુધીના તમામ વિસ્તારોમાં 3 થી 5 ઈંચ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી છે.અનેક જગ્યા એ વૃક્ષ તેમજ હોર્ડિંગ્સ ધરાશાયી થતા ફાયરની ટીમ કામગીરી કરી રહી છે.વૃક્ષ પડવાને કારણે રોડ બંધ થયો છે અને હાલ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *