સુરત : સુરતમાં પણ તાઉ તે વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો હતો.સુરતના અઠવાગેટ વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતુ.ભારે પવનથી જિલ્લામાં અનેક વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા.વૃક્ષ ધરાશાયી થતા હોર્ડીંગ્સ પણ તૂટી ગયું હતુ.કાર અને ટુવ્હીલર પણ વૃક્ષ નીચે દબાઇ ગયા હતા.ભારે પવન ફૂંકાવાની સાથે વૃક્ષ ધરાશાયી થયા હતા.
સુરતના મજુરાગેટ વિસ્તારમાં મોટું વૃક્ષ ધરાશાયી થયું હતુ.આ વૃક્ષ ફલાય ઓવર બ્રિજ પર પડતા એક તરફનો બ્રિજ બંધ થઇ ગયો હતો.ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાથી શહેરમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા છે.સુરત ફાયર વિભાગને અસંખ્ય કોલ મળતા વહેલી સવારથી જ સુરત ફાયર વિભાગની દોડધામ વધી ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જો કે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ.
તો આ બાજૂ અમરોલી મનીષા ગરનાળામાં પાણી ભરાતા સીટી બસ બંધ પડી ગઇ હતી.સતત વરસાદને લઈ ગરનાળામાં પાણી ભરાયું હતુ.સુરતમાં તાઉ-તે વાવાઝોડના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.ભારે પવનની સાથે વરસાદના કારણે શહેરમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા હતાં,તો કેટલાક વિસ્તારમાં શેડના પતરા ઉડ્યા હોવાની ઘટના પણ સામે આવી છે.
સુરતમાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે ઉધના વિસ્તારમાં આવેલા સોસ્યો સર્કલ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે.સદનસિબે આ વૃક્ષ સર્વિસ રોડ પર ધરાશાયી થતા મોટી જાનહાની ટળી હતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યારે ફાયર વિભાગ દ્વારા રસ્તાની વચ્ચેથી વૃક્ષને ટ્રીમિંગ કરી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સુરતમાં પણ તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે પવન ફૂંકાયો છે.ભારે પવનના કારણે સુરતમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને તૂટેલા વૃક્ષો રસ્તા પર પડતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે.ઉધના,લીંબાયત અને ડીંડોલીને જોડતા ગરનાળામાં સામાન્ય વરસાદી પાણી ભરાયા છે.