સુરત, તા. 4 એપ્રિલ 2020, શનિવાર
સુરત શહેરમાં શંકાસ્પદ કરોડોના વાયરસની કહેર યથાવત આજે વધુ 19 દર્દી ઝપેટમાં આવતા વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યારે 7દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત શહેરમાં શંકાસ્પદ કોરોના વાઈરસ અજગરી ભરડામાં આજે નવા 19 દર્દી સપડાયા છે. જેમાં 2 – વૃદ્ધા, 4- વૃદ્ધ, 5- યુવાન, 4- મહિલા અને 1 બાળક અને 1 તરૂણને સારવાર માટે નવી સિવિલ ,સ્મીમેર તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
જ્યારે 7 વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અત્યાર સુધીમાં સુરત શહેરમાં શંકાસ્પદ કોરોનામા લપેટમાં આવેલા 183 દર્દી પૈકી 10 પોઝિટિવ આવ્યા અને એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 157 નેગેટિવ આવ્યા અને 16 રિપોર્ટ પેન્ડિંગ છે જ્યારે સુરત જિલ્લામાં બેદર્દી અને સુરત શહેરના 10 દર્દી મળી કુલ 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.