સુરત : રાજ્યમાં કોરોના વાયરસ દિવસે-દિવસે માથું ઉંચકી રહ્યો છે.લોકડાઉન હોવા છતા પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે જ્યારે 39 લોકોના મોત થયા છે.તમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો લોકડાઉનનું ગંભીરતાથી પાલન કરતા નથી આવા વિસ્તારોમાં તંત્ર દ્વારા કરફ્યૂ લાદવામાં આવ્યું છે.આ ગંભીર પરિસ્થિતિઓમાં સુરતથી હવે ચિંતાજનક સમાચાર આવ્યા છે. સુરતમાં શાકભાજી વેચતા 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.તેથી હવે તમામ શાકભાજી વિક્રેતાઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.આ અંગે સુરત મનપા કમિશનરે પણ આદેશ કર્યો છે અને શાકભાજી વેચતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે