– સમિતિની શાળામાં બાળકો સાથે ભાજપનો પ્રચારના લગાવ્યા આરોપ
– બાળકોને ભાજપના પ્રચારમાં ઉપયોગ કરાયા હોવાનો કર્યો આક્ષેપ
સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડોક સમય બાકી હોવાથી તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે.ત્યારે થોડાક દિવસ પહેલા પાર્ટીના નેતાઓને ખુશ કરવામાં શિક્ષણ સમિતિના અધ્યણ ધનેશ શાહ ભાન ભૂલ્યા હતા.જેને લઈને સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા નગર શિક્ષણ સમિતિ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાંસદ સી.આર પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકે 2 વર્ષ પૂરા થતા અભિનંદન આપતા ભાજપના સાથે ધનેશ શાહ ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન શાળાઓમાં ઘુસી ગયા હતા અને પાર્ટીનો પ્રચાર કર્યો હતો.એટલું જ નહિં ગરીબ વિદ્યાર્થીઓને ભાજપના બેનરો પકડાવી સ્વપ્રસિદ્વિ માટે ફોટો સેશન કરાવ્યું હતું.શાળાના ગ્રાઉન્ડમાં સફાઈની દરકાર ન લઈ ગંદકી અને કચરા નજીક જ બાળકોને મધ્યાહન ભોજન આપવા બેસાડી દેવાયા હતા.જેનો લઈને ક્રોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.જેથી આ અંગે ધનેશ શાહે ભૂલ થઈ ગઈ છે.તેમ કહીને વાતને પતાવવાની કોશિસ કરી હતી.પરંતુ સુરતમાં આ મામલે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિને ભાજપનું કાર્યાલય બનાવી દેવાયું છે.યુથ કોંગ્રેસ દ્વારા નગર શિક્ષણ સમિતિ ખાતે ભાજપના બેનર લગાવી કાર્યાલય બનાવી દેવાયું છે.એટલું જ નહિ કોંગ્રેસ યુથ દ્વારા સમિતિની શાળામાં બાળકો સાથે ભાજપનો પ્રચાર કરતા ધનેશ શાહના સમાચારને બેનર પર પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતા.તેની સાથે ભાજપનો પ્રચાર કરતા હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા.ધનેશ શાહ દ્વારા શાળાના બાળકોને ભાજપના પ્રચારમાં ઉપયોગ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા હતા.
કોંગ્રેસ યુથના તમામ યુવાનો દ્વારા અધ્યક્ષ ધનેશ શાહની ઓફિસ બહાર ભાજપ વિરુદ્વ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.એટલું જ નહિ નગર શિક્ષણ સમિતિ ખાતે હાથમાં જુદા-જુદા બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં ભાજપના પ્રચારમાં વ્યસ્ત અધ્યક્ષ રાજીનામું આપો,સમિતિના બાળકોને યુનિફોર્મ આપો,સમિતિની દરેક શાળામાં નિયમિત સફાઈ કરાવો,સમિતિના બાળકોને બુટ-મોજા આપો લખેલું હતું.