સુરત : નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે તે માટે શનિવારે રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને અન્ય અધિકારીઓની બેઠક મળી હતી.સુરત ગવર્વમેન્ટ મેડિકલ કોલેજમાં શનિવારે સાંજે રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ,
આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ.આર.દીક્ષિત,મેડિકલ કોલેજના ડીન,તબીબી અધિક્ષક,આર.એમ.ઓ,મ્યુનિ.ના આરોગ્ય વિભાગના અધિકારી સહિતનાઓની રોગી કલ્યાણ અંગેની બેઠક મળી હતી. સાત વર્ષ બાદ મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સિવિલના દર્દીને લગતી સેવા તથા દર્દીને તકલીફ ના પડે તે માટે ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી.અને મહત્વના કામગીરી અંગે મંજૂરી અપાઇ હોવાનું સવિલના આર.એમ.ઓ ડૉ.કેતન નાયકે જણાવ્યું હતું.અગાઉના પડતર પ્રશ્નોમાં જરૃરી નર્સિંગ સહિતના સ્ટાફ,બાયોમેડિકલ એન્જિનિયર,સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સહિતનાઓની મંજૂરી આપી હતી.આ સાથે સિવિલના ન્યુરો ફીઝીશીયને દર્દીને સારવાર અને નિદાન માટેના મહત્વના સાધનોની માંગણી કરી હતી.જેથી રૃ.૨૩ લાખના સાધનો લાવવાની મંજૂરી મળી હતી.જ્યારે પેથોલોજી લેબોરેટરી માટે રૃ.૧૫ લાખના સાધનોની પણ મંજૂરી અપાઇ હોવાનું સિવિલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકર જણાવ્યું હતું

