ગુજરાતમાં હાહાકાર મચાવવાની સાથે સાથે સુરતને પણ કોરોના બદસુરતી આપવામાં કશું બાકી રાખતો હોય તેવું પ્રતિત નથી થઇ રહ્યું.સવારે સામે આવેલા અધધધ કેસ બાદ ફરી બપોર સુધીમાં સુરતમાં વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી લોકોનાં ફફડાટમાં વધારો જોવામાં આવી રહ્યો છે.આ 21 કેસ સાથે સુરતમાં કુલ પોઝિટિવ કેસનો આંક 2135 પર પહોંચી ગયો છે.આપને જણાવી દઇએ કે,સુરતમાં આજે 3 મૃત્યું નોંધવામાં આવતા અત્યાર સુધી કુલ મૃત્યુ આંક 83 થયો છે