By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 5 મિત્રો તાપી નદીમાં ફરવા ગયા ને સેલ્ફી લેતા બોટ પલ્ટી જતા બેના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 5 મિત્રો તાપી નદીમાં ફરવા ગયા ને સેલ્ફી લેતા બોટ પલ્ટી જતા બેના મોત
GeneralSurat

સુરતમાં 5 મિત્રો તાપી નદીમાં ફરવા ગયા ને સેલ્ફી લેતા બોટ પલ્ટી જતા બેના મોત

HM News
Last updated: 22/01/2021 11:49 AM
HM News
4 years ago
Share
SHARE

– નાના ભાઇની સગાઇ અને મોટો ભાઇ મિત્રો સાથે નદીમાં ફરવા ગયો
– છેલ્લા વીડિયોમાં મિત્રો ખુશ નજર આવી રહ્યા હતા
– મૃતક અજયે સેલ્ફી લેવા જતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું

સુરત : સુરત શહેરમાં ઉત્રાણમાં તાપીના કાંઠે નાના ભાઇની સગાઇ હતી અને મોટો ભાઇ મિત્રો સાથે નદીમાં ફરવા ગયો હતો.દરમિયાન સેલ્ફી લેતા બોટ ઊંધી વળતા ભાઇ સહિત બેના મોત નીપજ્યાં હતા.જ્યારે 3 યુવકો જેમ તેમ નદીમાંથી બહાર નીકળી જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.જ્યારે આ તમામ મિત્રો તાપી નદીમાં બોટમાં ફરવા ગયા ત્યારે વીડિયો બનાવ્યા હતા. જે પરિવાર માટે છેલ્લી યાદગીરી સમાન બની ગયા છે.

આનંદનો પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાય ગયો

ઉત્રાણ હળપતિવાસમાં સગાઈ પ્રસંગમાં આવેલા યુવકો નાવડી પલ્ટી જવાને લીધે નદીમાં ડૂબી જતા આનંદનો પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાય ગયો હતોવેડરોડ રહેમત નગરમાં રહેતો અજય બચ્ચુ રાઠોડ (35) મિત્રો રાહુલ લક્ષ્મણ સોનવણે (20) ,હિતેશ રાઠોડ (20),અલ્ફાસ શેખ (30 ) અને સોનુ શેખ (19 )સાથે પોતાના નાનાભાઈની સગાઇમાં ઉત્રાણ ગયા હતા.જ્યાં ગત રોજ બપોરે 2:30 વાગ્યા આસપાસ પાંચેય યુવકો ઝીંગા પકડવાની બોટ લઈ તાપીમાં ગયા હતા.જ્યાં અજયે સેલ્ફી લેવા જતાં બોટનું બેલેન્સ બગડતા તે નદીમાં પડી ગયો હતો.સાથે જ બોટ પણ પલ્ટી મારી ગઈ હતી.તમામ નદીમાં પડી ગયા હતા.અલફાઝ,સોનુ અને હિતેશ જેમ તેમ નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.અજય અને રાહુલ ડૂબી ગયા હતા.

નાવડી ડૂબી ત્યાં 20 ફૂટથી વધુ ઊંડું પાણી હતું
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે તમામ લોકો ઝિંગા પકડવા માટે અને મોજ મસ્તી માટે નદીમાં બોટ લઈને ગયા હતા.જે જગ્યાએ નાવડી ઉંધી વળી ગઈ ત્યાં 20 ફૂટથી વધુ ઊંડું પાણી હતું.એક વ્યક્તિની ડેડબોડી તરત મળી ગઈ હતી જ્યારે અન્યની 10 મિનિટ બાદ મળી હતી.

પાકિસ્તાન, મલેશિયા પછી ભારતમાં કોરોનાના ફેલાવા માટે કેરિઅર બન્યું તબલીગી જમાત
ઇટાલીના ચર્ચમાં લાશો રાખવાની જગ્યા નથી
પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપન, આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા
વલસાડ : RJJમાં પ્રથમ સ્થાન માટે વાલીની આચાર્ય સાથે દલીલ
એપ્રિલ મહિનાના પ્રથમ છ દિવસમાં પશ્ચિમ રેલવેને 85 કરોડ રૂા.ની ખોટ
Share This Article
Facebook Email Print
Previous Article સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે બારડોલીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
Next Article બ્રાઝિલના રાષ્ટ્રપતિએ રસી મોકલવા પર શેર કર્યો હનુમાનજીનો ફોટો, PM મોદીએ આપ્યો જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up