– ઝડપાયેલ આરેપીઓ પૈકી એકનું કોંગ્રેસ સાથે કનેક્શન હોવાનું બહાર આવ્યું
– એક આરોપી પોલીસ પકડમાંથી નાસી છુટતા તેને પકડવા માટે કવાયત હાથ ધરાઇ
સુરત : સુરતના મહિધપુરા વિસ્તારમાંથી ગતરોજ પોલીસે રોકડા રૂ 75 લાખ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડયા હતા.રોકડા રૂપિયા સાથે મળી આવેલી કારમાં કોંગ્રેસના પેમ્પેલેટ અને વી વીઆઇપી પાર્કિંગ સ્લીપ મળી આવતા આ કાર કોઈ કોંગ્રેસી અગ્રણીની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.ત્યારે બીજી તરફ કોંગ્રેસીઓ દ્વારા આ વાતને ફગાવતા ભાજપનું કાવતરું ગણાવ્યું હતું.જો કે રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડેલા બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ કોંગ્રેસ સાથે સીધો સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
વિધાનસભા ચૂંટણીને લઇ સઘન ચેકીંગ વચ્ચે SST ની ટીમે મુંબઈ પાર્સિંગની ઇનોવા કાર સાથે 75 લાખની રોકડ રકમ અને બે વ્યકિતને મહિધપુરા વિસ્તારમાંથી પકડી પાડયા હતા.જ્યારે એક વ્યક્તિ ભાગી છૂટયો હતો.
પકડાયેલા બે આરોપી પૈકી એક રાંદેરનો રહેવાસી ઉદય ગુર્જરનું રાજેસ્થાન કનેકશન સામે આવ્યું છે.જે ને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉદય ગુર્જર કોંગ્રેસ સીધો સંકળાયેલો છે.અને રાજેસ્થાન PRO યુથ કોંગ્રેસ સાથે જોડાયેલો છે આ સહિત પ્રદેશ સચિવ રાજેસ્થાન યુવા કોંગ્રેસ સાથે સંકળાયેલો છે.ઉદય ગુર્જરના સોશિયલ મીડિયાના ફોટો હાલ ફરતા થયા છે જેમાં તેઓ Z + સિક્યુરિટી વચ્ચે પણ દેખાય આવે છે.અને રાજસ્થાનના CM સાથેના ફોટો તેમજ રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હોવાનું સામે આવ્યું છે.
તો બીજી તરફ સુરતમાં 75 લાખ રોકડ રકમ સાથે પકડાયેલા આરોપીનું કોંગ્રેસ સાથે કનેક્શન સામે આવતા કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઈ એ નિવેદન આપ્યું હતું.નૈસદ દેસાઈ એ આ આરોપોને ફગાવતા ભાજપનું કાવતરું છે.અને કોંગ્રેસને બદનામ કરવા તેઓ આવા કાવતરા રચી રહ્યા હોવાનું જણાવ્યું છે.
રાત્રિ ચેકીંગ દરમ્યાન સ્ટેટેસ્ટિક્સ તેમના જવાનો દ્વારા 75 લાખની રોકડ રકમ અને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે અન્ય એક વ્યક્તિ આ ટીમને ચકમો આપીને ભાગી છુટવામાં સફળ રહ્યો હતો જે બી એમ સંદીપ હોવાનું સામે આવ્યું છે.જેને પકડવી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.હાલ આ મામલે આવકવેરા વિભાગ દ્વારા રોકડ રકમ સીઝ કરવામાં આવી છે.જ્યારે પોલીસ દ્વારા આરોપી આ રકમ કયા કારણોસર લાવવામાં આવી અને કોને પહોંચાડવાની હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

