ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે અન્ય રાજ્યોના શ્રમિકો અને પ્રરપ્રાંતિયો કર્મભૂમિ છોડીને જન્મભૂમિમાં જવાની હદે ચઢ્યા છે.ત્યારે રાજ્ય સરકાર પણ તેમના માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવીને તેમને પોતાના વતને મોકલી રહી છે.પરંતુ આ તમામ વાતો વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોને પડી રહેલી અગવડના લઈ અનેક એવા સમાચાર મળી રહ્યા છે કે જાણીને આપણું હૃદય ધ્રૂજી જાય તેમ છે.
હાલ સુરત સહિત અનેક મોટા શહેરોમાંથી શ્રમિકો વતને જઈ રહ્યા છે, ત્યારે કાળા બજારીયા કરી રહેલા એજન્ટો પણ સામે આવી રહ્યા છે.સરકારે પણ માન્યું છે કે શ્રમિકો પાસેથી મનફાવે તેમ એજન્ટો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.શ્રમિકો પાસેથી એજન્ટો મૂળ ભાડા કરતા લાખોમાં રૂપિયા ખંખેરીને તેમને વતને મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છે,તેમ છતાં લાખો રૂપિયા ખર્ચીને અમુક શ્રમિકોને અન્યાય થયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.


