By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં BJPના મહિલા કોર્પોરેટરે ઓફિસમાં લાંચ માગી : આપ પાર્ટીએ જારી કર્યો વિડિઓ : જુઓ વિડિઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં BJPના મહિલા કોર્પોરેટરે ઓફિસમાં લાંચ માગી : આપ પાર્ટીએ જારી કર્યો વિડિઓ : જુઓ વિડિઓ
GeneralSurat

સુરતમાં BJPના મહિલા કોર્પોરેટરે ઓફિસમાં લાંચ માગી : આપ પાર્ટીએ જારી કર્યો વિડિઓ : જુઓ વિડિઓ

HM News
Last updated: 27/06/2023 11:42 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત: સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર પર સ્થાનિક વ્યક્તિએ બાંધકામ ન તોડવા માટે કોર્પોરેટર દીઠ રૂ.40 હજારની લાંચની માગણી કરી હોવાની અરજી ACB ને કરાતા ચકચાર મચી જવા પાણી છે.પીડિત વ્યક્તિએ 5 એપ્રિલે આ અંગે ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોર્પોરેટર સામે કોઈ પગલા ન લેવાતા આખરે તેણે અમદાવાદ ACBમાં ફરિયાદ કરી છે.

SMCની નોટિસ મળતા યુવક કોર્પોરેટર પાસે ફરિયાદીને લઈ ગયો

વિગતો મુજબ, ફરિયાદીની ભેસ્તાન ગામમાં સંગમ સોસાયટીમાં જમીન આવેલી છે,SMCના નિયમ પ્રમાણે 135 મીટર સુધીના બાંધકામના નિયમ પ્રમાણે કોર્પોરેશનની પરવાનગી જરૂરી ન હોવાથી પ્લોટ પર બાંધકામ શરૂ કર્યું હતું.આ દરમિયાન SMC દ્વારા તેમને નોટિસ મળી હતી.જોકે ફરિયાદીને નોટિસમાં ખબર ન પડતા સોસાયટીના રહીશે પૂછતા સમગ્ર બાબત જણાવી હતી.જે ફરિયાદીને વોર્ડ નં.29ના કોર્પોરેટર વૈશાલીબેન તથા તેમના પતિ રાજેન્દ્રભાઈ પાટીલ પાસે લઈ ગયો હતો.જ્યાં બાંધકામ ન તોડવા માટે પૈસાની માગણી કરી હતી.

‘કોર્પોરેટર દીઠ 40 હજારની માંગણી કરાઈ’

ફરિયાદીને કોર્પોરેટરના પતિએ કહ્યું કે, બધી જગ્યાએ આજ ચાલે છે.કોર્પોરેટર દીઢ 40 હજાર.ચાર કોર્પોરેટરના 1.60 લાખ થાય છે.તમે 10 હજાર ઓછા કરીને 1.50 લાખમાં પતાવી દેજો.આ બાદ ફરિયાદી સાથે ગયેલા એજન્ટે પણ SMCના અધિકારીના અલગથી 3 લાખની માગણી કરી હતી.ફરિયાદીએ આ માગણીનો વીડિયો ઉતારીને ACBને આપ્યો.બાદમાં સુરત ACB દ્વારા ટ્રેપ ગોઠવવાનું પણ નક્કી થયું.જોકે ACB દ્વારા કોઈપણ પ્રકારની મદદ ફરિયાદીને ન કરાઈ.આખરે તેણે જાતે 1 લાખની વ્યવસ્થા કરીને 31 માર્ચ સુધીનો સમય માગ્યો અને 31એ ફરિયાદી ACBના PI ધડુકને મળવા ગયા,પરંતુ તે મળ્યા જ નહીં. બીજી તરફ એજન્ટનો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો.આમ કોઈ મદદ ન મળતા આખરે તેણે 5 એપ્રિલે ઉપરી અધિકારીને ફરિયાદ કરી છતાં કોઈ મદદ ન મળી.

તો એજન્ટને પણ સમગ્ર ટ્રેપની ખબર પડી જતા તે શહેર છોડીને ફરાર થઈ ગયો છે અને તેના માણસો ફરિયાદીને ધમકીઓ આપી રહ્યા છે.આખરે કંટાળીને હવે ફરિયાદીએ અમદાવાદ ACBમાં ફરિયાદ કરી છે અને લાંચ માગનારા લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે.હવે આમ આદમી પાર્ટીએ આ મામલે સવાલો ઉઠાવ્યા છે અને ACB અને ગૃહ વિભાગને SIT બનાવીને આ મામલે તપાસ કરવા માંગ કરી છે.

સ્ટાફ પાસેથી દારૂ જપ્ત કરાયા બાદ અમદાવાદ આવતી ફ્લાઇટના ક્રુ સ્ટાફની તપાસ ફરજિયાત થઇ
માત્ર 5 મિનિટ આવેલા વાવાઝોડાએ કીમને તહેસનહેસ કરી નાખ્યું
સુરતના ઓલપાડના ડભારી દરિયા કિનારે હોમગાર્ડના જવાનોની દારૂ પાર્ટી,ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવ્યા
દેશમાં કોરોનાની R-વેલ્યૂ 3 મહિનામાં પહેલી વખત 1થી વધીઃ સંક્રમણ વધ્યું
સરકાર રાજ : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું નવ સર્જન : જૂના દસ મંત્રીઓ કપાયા, વાંચી લો નામ
Share This Article
Facebook Email Print
Previous Article રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત; PM મોદીએ એકસાથે પાંચ વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી
Next Article નોરિસ મેડિસિન કંપનીના માલિક વિરલ શાહે ભરૂચના બિલ્ડરને રૂ. 6 કરોડમાં ઠગ્યા,રૂપિયા પરત માંગ્યા તો ગુંડા મોકલ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up