રાજ્યમાં પ્રેમી પંખીડાઓએ માતા-પિતા લગ્ન નહીં કરાવી આપે તેવી ચિંતાને લઈને આપઘાત કર્યો હોવાના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે પરંતુ આનાથી વિપરીત કિસ્સો સુરતમાં સામે આવ્યો છે કે, જેમાં TRBમા ફરજ બજાવતા એક જવાને TRB મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી પરંતુ જ્યારે મહિલાએ TRBના જવાન સાથે લગ્ન કરવા માટે વાત કરી ત્યારે આટલે આ જવાને મહિલાની હત્યા કરી નાખી હતી.જે મહિલાની હત્યા કરવામાં આવી હતી તે પહેલાથી પરિણીત હતી અને તે પતિથી અલગ રહેતી હતી. તેને બે સંતાનો હતા.આ સમગ્ર મામલે પોલીસે TRB જવાન સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. શિંદખેડા પોલીસની તપાસ દરમિયાન મહિલા TRB જવાની લાશ તાપી નદીમાંથી પોલીસને મળી આવી હતી.પણ પોલીસે આ લાશના બિનવારસી ગણીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.
રિપોર્ટ અનુસાર સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી એક સોસાયટીના મકાનમાં મંજુલા(નામ બદલ્યું છે) નામની મહિલા રહેતી હતી અને તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી હતી.આ મહિલાને પતિ સાથે કોઇ વાતને લઇને તકરાર થતાં તે પતિથી અલગ રહેતી હતી અને બે સંતાનોનું ગુજરાન ચલાવતી હતી મંજુલાને છ મહિના પહેલા TRB જવાન રાહુલ પાટીલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
રાહુલ સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ મંજુલા અને રાહુલ બંને એક જ મકાનમાં રહેતા હતા પ્રેમ સંબંધ બાદ મંજુલા એ રાહુલને પોતાની સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું પરંતુ રાહુલ મંજુલાની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતો.તેથી મંજુલા એ રાહુલને પોલીસ કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી.મંજુલાની ધમકીથી કંટાળીને રાહુલે મંજુલાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને એક દિવસ તે મંજુલાને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો. મહારાષ્ટ્રના ધુલિયામાં આવેલા શિંદખેડાના તાપીના બ્રિજ પાસે તે મંજુલાની સાથે ઉભો હતો.તે સમયે તેને એક જ મંજુલાને ધક્કો મારીને તાપી નદીમાં નાખી દીધી હતી અને જેથી મંજુલાનું મોત થયું હતું આ ઘટના બાદ રાહુલ પોતાના ઘરે પરત પરત આવી ગયો હતો.
તો બીજી તારા મંજુલા બે-ત્રણ દિવસથી ઘરે ન આવતી હોવાના કારણે મંજુલાના માતા દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન પણ મંજુલા ન મળતાં તેમણે સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ સમગ્ર મામલો આગળ વધતા પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યા હતા. તેથી લાલગેટ પોલીસ દ્વારા મંજુલાની શોધખોળ કરવા માટે ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં રાહુલ પાટીલે મંજુલા સાથે પ્રેમસંબંધ હોવાની કબુલાત કરી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્ર લઈ જાય તેને તાપી નદીમાં ફેંકીને મંજુલાની હત્યા કરી હોવાનું પણ કબૂલ્યુ હતું.હાલ પોલીસ દ્વારા રાહુલ સામે હત્યાની ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
એવી પણ માહિતી મળી રહી છે કે મંજુલાની હત્યા કર્યા બાદ રાહુલે બે દિવસ પહેલાં જ પાંડેસરા વિસ્તારમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ઝેરી દવા ખાધી હતી.હોસ્પિટલમાં તેમની સારવાર બાદ પોલીસ દ્વારા શુક્રવારે રાહુલની અટકાયત કરવામાં આવી હતી.તો બીજી તરફ શિંદખેડા પોલીસને તાપી નદીમાંથી મંજુલાની લાશ મળી હતી પરંતુ પોલીસે લાશને બિનવારસી તરીકે ગણીને તેની અંતિમવિધિ પણ કરી નાખી હતી.