સુરતના લોકો ખાવાપીવાના ઘણા શોખીન હોય છે.તેથી સુરતમાં અનેક એવી વેરાયટીઓ છે.જે આખા ભારતમાં ફેમસ છે.તેમાંની જ એક વેરાયટી છે.સુરતનું ઉંધીયુ સુરતનું ઉધીયુ સમગ્ર રાજ્યમાં ફેમસ છે.અહી દુર દુરથી લોકો આવી તેની ખરીદી કરતા હોય છે.ત્યારે સુરતીઓ પણ આ ઉંધીયુ ખાવાની ખુબ શોખીન છે.તેઓ આ સીઝનમાં ખૂબ વધારે પ્રમાણમાં ઉધીયું ખાતા હોય છે.ત્યારે સુરતીઓ બે દિવસમાં સુરતીઓ કિલો ઊંધીયું ખાઈ જતા હોય છે.
ઉત્તરાયણ પર સુરતી ઊંધીયું ખરીદવા પડાપડી
શિયાળાની આ સીઝનમાં સુરતનું ઊંધીયું ખુબ મોટા પ્રમાણમાં આરોગતા હોય છે.અને આ ઉત્તરાણય પર સુરતના ઊંધીયાની માંગ પણ ખુબ વધારે હોય છે.સુરતી ઊંધીયા વગરની ઉત્તરાયણ એ અધૂરી ઉત્તરાયણ કહેવામાં આવે છે.સુરતમાં ઉત્તરાયણ પર ઊંધીયુ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે.ત્યારે દરેકને એવો પ્રશ્ન થતો હોય છે કે સુરતી ઊંધીયાની એવી તો શું ખાસ વાત છે કે આટલા મોટા પ્રમાણમાં તેની ખરીદી થતી હોય છે.આજે અમે તમને તેની આ ખાસિયત વિશે જણાવીશું જેના કારણે સુરતી ઊંધીયાનો સ્વાદ લોકોને દાઢે ચઢ્યો છે.
જાણો સુરતના ઊંધીયામાં શુ છે ખાસ
સુરતના ઊંધીયાની ખાસિયત એ છે કે આ સુરતી ઊંધીયામાં દક્ષિણ ગુજરાતમાં ઉગાડવામાં આવતા શાકભાજી વડે એક શાક બનાવવામાં આવે છે જેમાં સુરતી પાપડી એટલે કે કતારગામની જાણીતી પાપડીનો ઉપયોગ કરવામાં આવે છે.આ સિવાય સુરતી ઊંધીયું માલ લીલી પાપડી,બટાકા,સુરણ,શક્કરિયા,રતાળું,લીલા ધાણા,રીંગણ અને મેથીના મુઠીયાનો ઉપયોગ કરીને લીલું ઊંધીયું બનાવવામાં આવે છે.જે સુરતની એક ઊંધિયા તરીકેની અલગ ઓળખ ઉભી કરે છે.
બે દિવસમાં 1000 કિલો ઊંધિયું ખવાય છે
આમ તો આ ઉત્તરાયણ પર અનેક જ્ગ્યાએ ઊંધીયુ મળતુ હોયછે.પરંતું સુરતના ઊંધીયું દેશ વિદે્શમાં પણ પ્રખ્યાત છે.જેથી જેથી તેનું આમ દિવસોમાં પણ ખૂબ વેચાણ થતુ હોય છે. પરંતું આ શિયાળામાં ખાસ કરીને ઉત્તરાયણ પર સુરતી ઊંધીયાની ખૂબ માંગ હોય છે.રોજ સો કિલો કરતાં વધારે ઊંધિયું સુરતમાં વેચાણ થાય છે,પરંતું ઉત્તરાયણ પર અંદાજે 1000 કિલો કરતાં વધારે ઊંધીયું સુરતના લોકો આરોગતા હોય છે.
ઉત્તરાયણ પર કોરોડો રૂપિયાનું ઊંધિયું વેચાશે
ઉત્તરાયણ પર ઊંધીયાની માંગ વધુ હોવાથી તેનું ધૂમ વેચાણ થતુ હોચ છે.ફક્ત ઉત્તરાણના બે દિવસોમાં તેના વેચાણની વાત કરવામાં આવે તો આ બંને દિવસમાં અંદાજિત દોઢથી બે કરોડ રૂપિયાનું ઉંધિયું એક જ દિવસમાં વેચાઈ જતું હોય છે.