– સુરતમાં વડાપ્રધાને 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
– સુરત લોકોની એકજુડતા અને જનભાગીદાર બન્નેનું શાનદાર ઉદાહરણ છે- નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે છે.જે અંતર્ગત આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.વડાપ્રધાન એરપોર્ટ પરથી હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા.ત્યારબાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી.રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા.
ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાયો છે.આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.વડાપ્રધાન મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતુ.વડાપ્રધાન મોદી જ્યારે સભા સ્થળે પહોંચતા જ મોદી-મોદીના નારા લાગ્યા હતા.જ્યાં સ્મૃતિચિન્હ આપી વડાપ્રધાનનું સ્વાગત કરાયુ હતુ.સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતુ. વડાપ્રધાન સુરતીઓનો મિજાજ અને વિકાસના સહયોગને બિરદાવ્યો હતો.
જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે તમામ સુરત વાસીઓને નવરાત્રીનું શુભકામનાઓ.
નવરાત્રીના સમયે મારા જેવા લોકોને સુરત આવવુ આનંદની વાત છે.પરંતુ નવરાત્રીનું વ્રત ચાલતુ હોય ત્યારે સુરત આવવુ કઠીન લાગે છે.સુરત આવુ અને સુરત ખાવાનું ખાધા વિના જવું….નવરાત્રીના પાવન અવસર પર આજ અને કાલે અનેક મોટા આયોજનનો ભાગ બનીશ.ગુજરાતના ગૌરવને વધારવાનું સૌભાગ્ય મળ્યુ છે.તમારો પ્રેમ,તમારો ઉત્સાહ સતત વધતો જ જાય છે.ગુજરાત અને સુરતના લોકોનો આભાર માનવા માટે શબ્દો ઓછા પડે છે.
– સુરતનો વિકાસ હું જોવ છુ, સાંભળુ છુ ત્યારે મારી ખુશી વધી જાય છે.
– સુરત લોકોની એકજુડતા અને જનભાગીદાર બન્નેનું શાનદાર ઉદાહરણ છે.
– સુરત મિની હિન્દુસ્તાન છે.સૌથી મોટી ખાસીયત છે કે આ શહેર શ્રમનું સન્માન કરતુ શહેર છે.
– ટેલેન્ટની કદર થાય છે.આગળ વધવાના સપના સાકાર થાય છે.
– જે વિકાસની દોડમાં પાછળ છુટી જાય છે તેનો સુરત હાથ પકડે છે અને આગળ લઇ જવામાં મદદ કરે છે
– આ સદીની શરૂઆતના દશકનાં pppની ચર્ચા થતી હતી ત્યારે મે કહ્યુ હતુ કે સુરત ppppનું ઉદાહરણ છે.
-પીપલ,પબ્લિક,પ્રાઈવેટ,પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે.દુનિયાના વિકસતાં સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે.
– સુરતના લોકો એ દોર ક્યારેક નહીં ભુલી શકે .જ્યારે પુરમાં લોકોને મદદ કરવામાં આવતી હતી.
– આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનું નામ છે.
– છેલ્લા 20 વર્ષમાં સુરતે ઝડપથી વિકાસ કર્યો છે.
– દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતનો ઉલ્લેખ છે.તે સુરતના લોકોના મહેનતનું પરિણામ છે.
– ગયા વર્ષોમાં સુરતમાં ઝુપડીમાં રહેતા લોકોની સંખ્યા ઓછી થઇ છે.
– ડબલ એન્જીનની સરકાર બનાવ્યા બાદ ઘર બનાવવામાં તેજી આવી છે.
– મધ્યમ વર્ગ અને અનેક લોકોને સુવિધા મળી છે.
– 4 કરોડ ગરીબોને મફતમાં સારવાર મળી છે. જેમાંથી સવા લાખ દર્દી સુરતનાં છે.
– સુરતના અનેક ક્ષેત્રમાં જે ચહલ-પહલ દેખાય છે તે 20 વર્ષનું પરિણામ છે.
– તાપી ઉપર આજે એક ડઝનથી વધારે પુલ છે.
– સુરત સાચા અર્થમાં સેતુઓનું શહેર છે,જે માનવીતા, રાષ્ટ્રીયની સમૃદ્ધિનો જોડવાનું કામ કરે છે.
– કપડા અને હીરા કારોબારથી અનેક પરિવારનાં ઘર ચાલી રહ્યા છે
– સુરતીલાલાને મોજ કર્યા વિના ન ચાલે.
– હુ કાશીનો એમપી છુ.સુરતનું જમણ અને કાશીનું મરણ એવુ લોકો મને સંભળાવે છે.
– તાપીના કિનારા સહિત સુરતને વધુ આધુનિક બનાવવા માટે મુખ્યમંત્રી,સી.આર,પાટીલ અને કોર્પોરેશન તમામને ધન્યવાદ આપું છુ.
– સુરતવાસીઓની ફરવાની આદતને વધુ સુવિધા મળશે.
– પેલા જો કેન્દ્રમાં સરકાર હતી તેને કહી કહીને થાકી ગયા કે સુરતમાં એરપોર્ટની કેટલી જરૂર છે.
નવી રાષ્ટ્રીય લોજીસ્ટીક પોલીસીથી સુરતને લાભ થશે
– ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરીથી લોકોનો સમય અને પૈસા બચી રહ્યા છે.
– પહેલા આ અંતર કાપવા માટે 10 કલાક લાગતો હતો આજે ફેરીની મદદથી સાડા ત્રણ કલાક લાગે છે.
– સુરતથી મોટી સંખ્યામાં યુપી સામાન મોકલવામાં આવે છે.
– રેલવે પોતાના કોષની ડિઝાઇન બદલી છે કે જેમાં કાર્ગો ફીટ થઈ જાય છે. કાર્ગોમાં એક ટનનું કન્ટેનર પણ બનાવ્યું છે
– સુરતથી કાશી માટે પૂરી એક ટ્રેન ચલાવવાની તૈયારી ચાલી રહી છે.
– આ ટ્રેન સુરતથી માલ સામાન કાશી પહોચાડશે.જેનો મોટો લાભ અહીંયા કારોબારીઓને થશે
– ડાયમંડ સિટી,બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે.
– કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
– સુરતને હું અભિનંદન પાઠવું છું. 25 ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ થયું છે.
– આગામી દિવસોમાં 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે આ ખૂબ મોટી વાત છે.
– છેલ્લા બે દશકમાં વિકાસની પથ જે સુરત ચાલે છે આવનારના સમયમાં વધુ થશે.
-તમામના પ્રયાસથી દેશના વિકાસની ગતિ તેજ થાય છે.
– સુરતવાસીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો.
– સુરતે બધાને પાછળ પાડી છે.આ શક્તિ ગુજરાતમાં જ છે દોસ્તો.
– આ ગુજરાતની શકિતને આંચ ન આવે તે માટે ગુજરાતીઓ પ્રતિબદ્ધ છે.