– 15 દિવસમાં હકારાત્મક જવાબ ન આવે તો આંદોલનની ચીમકી
– ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિંદુ મહાસભાએ સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું…સાથે જ 15 દિવસમાં જો હકારાત્મક જવાબ આપવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
– ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા આંદોલન થયા
સુરત : ગાયના સંરક્ષણ માટે શરૂ કરાયેલી કેટલીક મહત્ત્વની યોજનાઓને ભાજપ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.જે ખરેખર ગૌરક્ષકો માટે અને ગૌ પ્રેમીઓ માટે આઘાતજનક બાબત છે.અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં ગાયને ગૌરી, ગીતા, ગંગોત્રી અને માનું બિરુદ આપેલું છે અને હિંદુ ધર્મના આસ્થાનું પ્રતિક છે.અનાદી કાળથી ગાયની પૂજા કર્યા બાદ જ બધા લોકો પોતાના કર્મો કરતા આવ્યા છે.ભૂતકાળની અંદર ઘણા સાધુ સંતો અને લોકો દ્વારા ગાયને રાષ્ટ્ર માતા જાહેર કવા માટે ઘણા બધા આંદોલન કરેલા છે.
સુરતમાં અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદન આપવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.અને હાથમાં ગૌ માતા રાષ્ટ્ર માતા જેવું બેનર લઈને સુરત કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અમે સંવેદનશીલ સરકારને એક નમ્ર અપીલ કરીએ છીએ કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે 15 દિવસમાં હકારાત્મક જવાબ આપે.જો હકારાત્મક જવાબ નહી આપવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે.
– ગૌરક્ષકને પ્રોત્સાહન આપવા ઇનામ આપવાની યોજના
– જીવદયા હેલ્પલાઈન યોજના
– પશુ ઓળખ પદ્ધતિની યોજના
– આદર્શ ગૌચર યોજના
– વાછરડા બળદ પરિવહન ખર્ચ યોજના
– પશુઓના છાણમાંથી જૈવિક ખાતર બનાવવાની યોજના
– આનુવાંશિક સાંઢ-વાછરડીનું ધણ પેદા કરવાની યોજના
– પશુ પાલકો-ખેડૂતોને ગૌ સંવર્ધન અને ગૌચર વિકાસની તાલીમની યોજના
– પ્રદર્શન એકમ લાયબ્રેરીની યોજના
– ગાયોના આર્થિક ઉત્પાદન વધારવા પ્રસાર-પ્રચાર માટેની યોજના


