By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત ‘આપ’માં જોડાયા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા : હવે મહેશ સવાણીએ IT રેડ અને CBI તપાસ માટે તૈયાર રહેવું પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ‘આપ’માં જોડાયા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા : હવે મહેશ સવાણીએ IT રેડ અને CBI તપાસ માટે તૈયાર રહેવું પડશે
GeneralPoliticsSurat

સુરત ‘આપ’માં જોડાયા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા : હવે મહેશ સવાણીએ IT રેડ અને CBI તપાસ માટે તૈયાર રહેવું પડશે

HM News
Last updated: 28/06/2021 8:40 AM
HM News
5 years ago
Share
SHARE

– સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા કટાક્ષ પણ કરવામાં આવ્યો કે હવે તેમને જેલભેગા કરવામાં ભાજપ કોઈ કસર નહિ છોડે
– કદાચ ભાજપના ઇશારે જ ઉદ્યોગપતિ મહેશ સવાણી ‘આપ’માં જોડાયા હોવાની વાતો પણ શહેરભરમાં થઈ રહી છે

સુરત : આમઆદમી પાર્ટીમાં અનેક જાણીતા ચહેરાઓ જોડાઈ રહ્યા છે,જેને કારણે હવે એમાં ઉત્સાહ વધી રહ્યો છે.સુરતના જાણીતા ચહેરા એવા ઉદ્યોગપતિ મહેશ સવાણી ‘આપ’માં જોડાતાં હવે અનેક પ્રશ્નો સર્જાયા છે.મહેશ સવાણીને લઈને રાજકીય રીતે અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા મહેશ સવાણી મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે,એવું એક વર્ગનું માનવું છે.તો બીજા કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે કદાચ ભાજપના ઇશારે જ તેઓ આપવા ગયા છે.દરમિયાન સોશિયલ મીડિયામાં કટાક્ષ સાથે લખાયું હતું કે હવે મહેશ સવાણીએ IT રેડ અને CBIની તપાસ માટે તૈયાર રહેવું પડશે.

‘આપ’ના નેતા મનીષ સિસોદિયાના સુરત પ્રવાસ પહેલાં જ સોશિયલ મીડિયા પર ખૂબ કેમ્પેન શરૂ થયું હતું,જેમાં સુરતના કોઈ મોટા ઉદ્યોગપતિ ‘આપ’માં જોડાય એવી વાતો વહેતી થઈ હતી.આખરે સોશિયલ મીડિયાની અંદર જ્યારે મહેશ સવાણી ‘આપ’માં જોડાયા ત્યારે ખૂબ પોસ્ટ થતી જોવા મળી હતી.એમાં મહેશ સવાણીને અભિનંદન આપતાં પણ પોસ્ટ જોવા મળી તો કેટલાક દ્વારા કટાક્ષ પણ કરવામાં આવ્યો કે હવે તેમને જેલભેગા કરવામાં ભાજપ કોઇ કસર નહિ છોડે.

મહેશ સવાણીનું નામ સમાજસેવા કરવા માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં તો જોડાયેલું રહ્યું છે,પરંતુ સાથે સાથે ગુનાહિત કામ પણ તેમના નામે લખાયાં છે.મહેશ સવાણીને બીજા ચહેરા તરીકે પણ ચિતરવામાં આવતા હોય છે,જેમાં વિશેષ કરીને શિક્ષણનું વેપારીકરણ,રેતી ચોરી,તાપી નદીના તટ પર કરેલો મોટું દબાણ,સમાજસેવાની આડમાં રાજકીય આગેવાનોના આશ્રયનો લાભ જેવા અનેક મુદ્દાઓ પર તેઓ સતત વિવાદમાં રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફોટા સાથેની પોસ્ટ પણ વાઇરલ થઇ છે,જેમાં દર્શાવવામાં આવ્યું છે કે અમિત શાહના ઈશારે આગામી દિવસોમાં મહેશ સવાણીની મુશ્કેલીમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.કેટલાક લોકો જ્યારે મહેશ સવાણી ‘આપ’માં જોડાવાના છે કે કેમ એ અંગે ચર્ચા કરતા હતા.તેઓ સ્પષ્ટ માનતા હતા કે જો મહેશ સવાણી આમઆદમી પાર્ટીમાં જોડાયા તો એ તેમના તરફથી કરવામાં આવેલું પોલિટિકલ સુસાઇડ હશે.

વિવિધ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા મહેશ સવાણીના ભૂતકાળમાં થયેલા અનેક બનાવોને કારણે તેઓ રાજકીય નેતાઓનો શિકાર બની શકે છે.જે રીતે મહેશ સવાણીનો પણ ભૂતકાળ ખરડાયેલો છે એવી જ રીતે ભાજપની પણ એવી છબિ છે કે તેની સામે પડતા ઉદ્યોગપતિ કે રાજકીય નેતાઓને યેન કેન પ્રકારેણ મુશ્કેલી ઊભી કરવામાં કોઇ કસર છોડતા નથી,એને લઈને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ થઈ રહી છે.પાટીદાર અનામત આંદોલન વખતે અબ્રામા ખાતે અમિત શાહની જાહેર સભાનું આયોજન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું,જેમાં પાટીદારોએ સફળતાપૂર્વક પોતાનો વિરોધ નોંધાવી જાહેર સભાને નિષ્ફળ કરી હતી.મોટા ભાગનો પાટીદાર સમાજ જ્યારે ભાજપના નેતાઓથી વિમુખ હતો ત્યારે પોતાની વફાદારી બતાવવા માટે મહેશ સવાણીએ અમિત શાહનો કાર્યક્રમ યોજ્યો હતો,પરંતુ તેઓ તેમનું દિલ જીતી શક્યા નહોતા.ત્યારે પણ વાત વહેતી થઈ હતી કે મહેશ સવાણીએ પડદા પાછળથી સપોર્ટ કર્યો હતો.

મહેશ સવાણી ત્યારે પણ હાર્દિક પટેલ સહિતના સુરતના પાસના નેતાઓ સાથે સંપર્કમાં હતા.કોરોના સંક્રમણ કાળ દરમિયાન પાટીદાર વિસ્તારોમાં આમઆદમી પાર્ટી દ્વારા આઇસોલેશન સેન્ટ્રરો ઊભાં કરવામાં આવ્યાં હતાં.એ આઇસોલેશન સેન્ટરોમાં મહેશ સવાણી સતત હાજરી આપીને પાસના અને ‘આપ’ના નેતાઓ સાથે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં પોતાના સમર્થકો દ્વારા ફરતા કરાવ્યા હતા.

લોકો મહેશ સવાણીને બિઝનેસ માઈન્ડેડ વ્યક્તિ માને છે, તેથી કદાચ ભાજપના ઇશારે જ આપમાં જોડાયા હોવાની વાતો પણ શહેરભરમાં થઈ રહી છે.ભાજપ તરફથી ડેમેજ કંટ્રોલ કરવા માટે આપવામાં કોઈ મજબૂત વ્યક્તિ પ્રવેશી જાય એ માટેનું પણ આયોજન હોય શકે છે.મહેશ સવાણી જો આપમાં રહે તો તે ભાજપને મદદરૂપ થઈ શકે છે.ભાજપને ડર છે કે આગામી દિવસોમાં પાસની આખી ટીમ આમઆદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે અને એવા સમયે ભાજપને સુરત શહેર સહિત સૌરાષ્ટ્રમાં પણ એનું નુકસાન ભોગવવું પડી શકે છે.એવા સમયે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાસ અને ભાજપની વચ્ચે મહેશ સવાણી મહત્ત્વની ભૂમિકા અંદરખાનેથી નિભાવી શકે છે.

સોશિયલ મીડિયામાં પાસના સ્થાનિક નેતાઓ દ્વારા મહેશ સવાણીના આપમાં પ્રવેશને વધાવવામાં આવી રહ્યો છે.કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પાસ દ્વારા આપને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવામાં આવ્યો હતો.એ પણ વાસ્તવિકતા છે કે સુરતમાં આપના ઉમેદવારો જે જીત્યા છે એ પાર્ટી કરતાં વધારે પાટીદારોની ભાજપ પ્રત્યે નારાજગીનું પરિણામ છે.હાલ રાજકીય ઊથલપાથલના સમયમાં મહેશ સવાણીનો આપમાં પ્રવેશ એ કઈ દિશામાં આગળ વધે છે એ જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલાં આપના 2 કોર્પોરેટરની ધરપકડ, 1ની અટકાયત
Next Article આપ નેતા ગોપાલ ઇટાલિયા સોમનાથ દર્શનાર્થે પહોંચ્યા, બ્રહ્મ સમાજ-હિન્‍દુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોઘ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up