By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : આવતીકાલે પાણી પર મોટો કાપ,આજે સાચવીને કરજો વપરાશ, 70 ટકા વિસ્તારમાં પુરવઠો ખોરવાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : આવતીકાલે પાણી પર મોટો કાપ,આજે સાચવીને કરજો વપરાશ, 70 ટકા વિસ્તારમાં પુરવઠો ખોરવાશે
GeneralSurat

સુરત : આવતીકાલે પાણી પર મોટો કાપ,આજે સાચવીને કરજો વપરાશ, 70 ટકા વિસ્તારમાં પુરવઠો ખોરવાશે

HM News
Last updated: 26/07/2022 8:21 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત સ્માર્ટ સીટીની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં વિવિધ પેરામીટર પર ખરા ઉતરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીની લાઈ મોટી કરવાથી લઈ વ્યવસ્થિત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.તેના ઉપક્રમે 27 જુલાઈના રોજ પાણીની લાઈનનુ રિપેરિંગનું કામ કરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે.હાઈડ્રોલિક વિભાગ દ્વારા લીકેજ રીપેરીંગ અને જોડાણની મહત્વની કામગીરી થવાની હોવાથી તા.27 જુલાઇ બપોરથી તા.28 જુલાઇ બપોર સુધી શહેરની 50લાખની વસ્તીને પાણી પુરવઠો મળી શકશે નહી.જેથી પાણીનો સંગ્રહ કરી લેવા જણાવાયું છે.

27મી જુલાઇ બુધવારના રોજ શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે.સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફનો વિસ્તાર જ્યાં સાંજના સમયે પાણી પૂરવઠો અપાય છે ત્યાં પાણી પૂરવઠો ખોરવાશે.ઉપરાંત ઉધના,ડુમસ,વેસુ,અલથાણ વિસ્તારમાં પણ શહેરીજનોને પાણી નહીં મળે.કતારગામથી આવતી અને ખટોદરા વોટર વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસ લાઈનમાં લીકેજ રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે.જેના કારણે બુધવાર અને 28 જુલાઇ ગુરુવારના રોજ પણ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે.ખટોદરા પાણી વિતરણ સ્ટેશન પાસે રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર ખરવર નગર પુલ નીચે તારીખ 5મી જુલાઇના રોજ પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી ગયો હતો.મનપા દ્વારા લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન પણ અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી મોટા પ્રમાણમાં શહેરીજનોને પાણીની ઇમરજન્સી ઉભી થાય તે બાબતને ધ્યાને લઈ તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાયું ન હતું.

કયા વિસ્તારોને થશે અસર

બુધવારે સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે.તેથી શહેરના ઉધના,ચીકુવાડી,ડુમસ,વેસુ,અલથાણમાં પાણી પૂરવઠો પૂરતા દબાણથી મળશે નહી.સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફના વિસ્તારમાં સાંજનો પુરવઠો મળશે નહીં.આ ઉપરાંત ડીંડોલી અને પાંડેસરામાં પણ પાણી કાપની અસર રહેશે.આ કામગીરી માટે ઉમરવાડા પાણી વિતરણ સ્ટેશન બંધ પણ બંધ રાખવામાં આવશે.જયારે અઠવા ઝોનમાં અંબાનગર,ભટાર ચાર રસ્તાથી સોસીયો સર્કલ અને નવી સિવિલ હોસ્પિટલ સુધીનો ઉત્તર તરફનો ભાગ,મજુરા વિસ્તાર,ધોડદોડ રોડ,રામચોક,મજુરાગેટ,ભટાર અને અઠવાલાઇન્સ વિસ્તારને પાણી પુરવઠો આપી શકાશે નહિ.કામગીરી પૂર્ણ થતાની સાથે જ પાણી પુરવઠો રેગ્યુલર કરવામાં આવશે.

અસરગ્રસ્ત નહીં હોય એવા વિસ્તારોમાં શું રહેશે સ્થિતિ ?

પાણીની લાઈનમાં થયેલા લીકેજની રીપેરીંગની કામગીરી સાથે બે જળમથકો વચ્ચેની લાઇનનું જોડાણનું કામ આગામી તારીખ 27 અને 28 જુલાઈના રોજ હાથ ધરવાનું હોય શહેરના મોટાભાગના વિસ્તારને પાણી સપ્લાય થઇ શકશે નહીં. જયારે અસરગ્રસ્ત સિવાયના વિસ્તારોને ઓછા પ્રેશરથી પાણી મળી રહે તેવી શક્યતા જોવાઈ રહી છે.શહેરીજનોએ પાણી માટે અગાઉથી વલખા નહીં મારવા પડે તે માટે અગાઉથી પાણીનો સ્ટોક કરી રાખવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

જર્નાલિઝમનુ સર્વોચ્ચ સન્માન પુલિત્ઝર પ્રાઈઝ મેળવનાર પત્રકારોને ટ્રમ્પે કહ્યા ચોર
જાતી આધારિત વસ્તીગણતરીના સમર્થનમાં ઓબીસી ફ્રન્ટ દ્વારા આજે ભારત બંધનું એલાન
લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નહીં : સુપ્રિમ કોર્ટ
UAE અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતી બની ચોંકાવનારી ઘટના
સુરતમાં તાપી નદીના કિનારે શાનદાર રિવરફ્રન્ટ બનાવવાની મ્યુ. કમિશનરની જાહેરાતઃ વર્લ્ડ બેન્કે ૧પ૦૦ કરોડ આપવાની તૈયારી બતાવી
Share This Article
Facebook Email Print
Previous Article પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
Next Article બરવાળા લઠ્ઠાકાંડ : આ 14 બુટલેગરો 40 રૂપિયાની પોટલીમાં વેચતા હતા કેમિકલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up