– સુરત મહાનગરપાલિકાના 13 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
– અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા.403.03 કરોડના ખર્ચે નિર્મિત રિંગરોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે
સુરત,તા.12 જુલાઈ 2023,બુધવાર : આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે પાલિકા-સુડા અને માર્ગ અને મકાન વિભાગના 502.34 કરોડ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.જેમાં પાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત 46.10 કરોડના ખર્ચે પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.દ્વારા અંદાજિત 403 કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે બનાવવામાં આવનાર વિવિધ રિંગરોડ અને તાપી નદી પર બ્રિજનું લોકાર્પણ કરવા સાથે સાથે સુડાના 33.08 કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત અને માર્ગ અને મકાન વિભાગના નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરવામાં આવશે.આ કાર્યક્રમ પાલિકાના સંજીવકુમાર ઓડિટોરિયમમાં આવતીકાલે સાંજે થશે.
સુરત મહાનગરપાલિકા હાલમાં શિક્ષણ અને આરોગ્યની સેવા પર વધુ ભાર મૂકી રહી છે તેના ભાગરૂપે કતારગામની નગર પ્રાથમિક શાળા ક્રમાંક 176, 177 નવનર્મિત શાળા, 5.68કરોડના ખર્ચે લિંબાયત-ડીંડોલી ખાતે ફર્નીચર અને ઈન્ટીરીયર સહિત અધતન લાઈબ્રેરી, 71 લાખના ખર્ચે વેસુ ખાતે ચિન્ડ્રન પાર્ક, 84 લાખના ખર્ચે પાલી, સચિન, કનસાડ ખાતે ગાર્ડન, 5.39 કરોડના ખર્ચે સરથાણા-સીમાડા ખાતે ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાટર્સ, 1.36 કરોડના ખર્ચે મોટાવરાછા-ઉત્રાણ ખાતે મલ્ટીપર્પઝ કોમ્યુનિટી પ્લોટ ડેવલપ કરવાનું કામ સહિત કુલ 18.07 કરોડના ખર્ચે છ વિકાસના કામોનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત ઉમરવાડા ખાતે આધુનિક વાહન તથા દબાણ ડેપો,પુણા ખાતે હેલ્થ સેન્ટરનું એક્સાન્સન,વડવાળા સર્કલ,વેજિટેબલ માર્કેટ તથા મલ્ટીલેવલ પાર્કિંગ,લિંબાયત-ડિંડોલી ખાતે કોમ્યુનિટી હોલ, લાલ દરવાજા ફ્લાય ઓવર નીચે,કતારગામ દરવાજા,વેડ દરવાજા ફ્લાયઓવર બ્રીજ નીચે રાંદેર ઝોન,સ્ટાર બજાર ફ્લાય ઓવર બ્રીજ નીચે અને સરથાણા ઝોનમાં,સીમાડા નાકા જંકશ્ન ખાતે સરથાણા ફ્લાય ઓવર બ્રીજ નીચે પોર્ટેબલ ટાઈપ બી.આર.ટી.એસ બસ શેલ્ટર સહિત પાલિકાના 13 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.403.03 કરોડના ખર્ચે નિર્મિત રિંગરોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત સુરત શહેરી વિકાસ સતામંડળના કુલ 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાશે.
અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.દ્વારા 403.03 કરોડના ખર્ચે રિંગરોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ થશે
અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા 223.72 કરોડના ખર્ચે વરિયાવ જંકશનથી કોસાડ ગામમાં 5.024 કિ.મી,ભરથાણા ગામથી અબ્રામા રોડ 3.270 કિ.મી,ખડસદ રોડથી સણિયા હેમાદ ગામ 2.250 કિ.મી અને સણિયા હેમાદગામ થી સુરત કડોદરા રોડ 2.40 કિ.મી મળી કુલ 12.944 લંબાઈના આઉટર રિંગરોડ તેમજ રૂ.179.31 કરોડના ખર્ચે તાપી નદીપરના નવનિર્મિત 1.65 કિમી લંબાઈના રિવરબ્રિજનું લોકાર્પણ કરાશે.
સુડાના 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ થશે
સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા) દ્વારા 3.88 કરોડના ખર્ચે ભાણોદરા ખાતે ફોરલેન ઈન્ટર મિડિએટ લેન ટી.પી રસ્તો 2.66 કરોડના ખર્ચે ખોલવડ-ભાદા તથા 2.41 કરોડના ખર્ચે નવાગામ ખાતે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયા, ખર્ચે કરડવા ગામના સિધ્ધાર્થનગરથી ડીંડોલી ખરવાસા સુધીનો રસ્તો, 1.93 કરોડના ખર્ચે નવાગામ-વાવ ખાતે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એરિયા, 1.33 કરોડના ખર્ચે ઓલપાડ સારોલી ડાયવર્ઝ. 1.06 કરોડના ખર્ચે ખોલવડ, 1 કરોડના ખર્ચે ખોલવડ-ભાદા, 96 લાખના ખર્ચે ખોલવડ-ભા.72 લાખના ખર્ચે નવાગામ-વાવ 58 લાખના ખર્ચે ખોલવડ-ભાદા અને 50 લાખના ખર્ચે ખોલવડ ખાતે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયાના કામો સહિતના કુલ 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાશે.