શારજાહથી 49 લાખના સોનાની કેપ્સ્યુલ લાવનાર મહિલા સહિત અન્ય શકમંદ પેસેન્જરની સુરત ડીઆરઆઇએ તલાશી લેતા ગુદામાર્ગે કુલ 49 લાખની કિંમતના 800 ગ્રામ સોનાની કેપ્સ્યુલ સ્મગલીંગના ઇરાદે લાવ્યા હોવાનુ ખુલવા પામ્યુ હતુ. ડીઆરઆઇએ સોનાનો જથ્થો જપ્ત કરીને બંને શકદારોની વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરત ડીઆરઆઇની ટીમે ગઇકાલે શારજાહ સુરત ફ્લાઇટમાંથી એક મહીલા અને પુરૂષ પેસેન્જર દ્વારા સ્મગલીંગના ઇરાદેથી લીકવીડ ફોર્મમાં સોનાની કેપ્સ્યુઅલ લાવી રહ્યા હોવાની બાતમી મળી હતી.જેથી સુરત ડીઆરઆઇની ટીમે સુરત એરપોર્ટ પર ઉતરેલી શકમંદ હાલચાલ ધરાવતા મહીલા પેસેન્જર યાસ્મીન ફાટીવાલા તથા ઇંમ્તિયાઝ રજબની તલાશી લીધી હતી.જે દરમિયાન બંને શકદારોએ ગુદામાર્રે લીકવીડ ફોર્મમાં સોનાની કેપ્સ્યુલ છુપાવીને લાવ્યા હોવાનુ ખુલવા પામ્યુ હતુ.જેથી સુરત ડીઆરઆઇએ 800 ગ્રામ સોનાની કેપ્સ્યુલ છુપાવીને દાણચોરીના ઇરાદેથી લાવનાર બંને શકદારોની પાસેથી ગેરકાયદે સોનાનો જથ્થો જપ્ત કર્યો છે.જે સોનાની કેપ્સ્યુલની આંતરરાષ્ટ્રીય કિંમત 49 લાખ થવા જાય છે.અલબત્ત બંને મુસાફરો કેરીયર તરીકે સોનાનો જથ્થો લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ છે.સુરત ડીઆરઆઇએ બંને શકદાર પેસેન્જર્સ દ્વારા દાણચોરીથી લાવવામાં આવેલા સોનાનો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.