વલસાડ,22 મે : વલસાડ જિલ્લામાં સુરતની સુરત ઓપરેશન ગ્રુપે ચિંચાઈ ગામ નજીક પાર નદીના પુલ પાસે એક કારના ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો.પોલીસના જવાનોને જોઈને કાર ચાલકે કારને આગળ હંકારી મૂકી હતી.ઓપરેશન ગ્રુપની ટીમે કારનો પિછોકરીને ઓઝર ગામ પારસી વાડ પાસે કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.ઓપરેશન ગ્રુપની ટીમને કારમાંથી કુલ 312 દારૂની બોટલ જેની કિંમત 33,600 સાથે કુલ 5.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.