સુરત શહેરમાં સરકારી ઓફીસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.સુરતના અઠવાલાઈન્સ ખાતેની કલેકટર કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગતા મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા.કલેકટર કચેરીના એ બ્લોકના ત્રીજા માળે આવેલા રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગી હતી. અશાંતધારા વિભાગના રેકોર્ડ રૂમમાં લાગેલી આગના કારણે અનેક રેકોર્ડ બળીને ખાખ થઇ ગયા હતા.આગ ના ધુમાડા આખી બિલ્ડિંગમાં જોવા મળી રહ્યા હતા.
આગ લાગતા જ ત્યાં હાજર અધિકારીઓએ આગ પર નિંયત્રણ મેળવવા માટે બિલ્ડિંગમાં લાગેલા ફાયરસેફ્ટી થકી આ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.તે દરમિયાન ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક રેકોર્ડ બળીને રાખ
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક રેકોર્ડ બળી ગયા છે .તેમ છતાં સમયસર કાબૂ મેળવતાં આગ વધુ પ્રસરી નહોતી.હાલ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે.