By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત કાદરશાની નાળના માથાભારે દબાણકર્તા સામે પાલિકા તંત્ર લાચાર : વર્ષો જુના દબાણ હટાવવા પાલિકાએ નોટીસ આપી!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત કાદરશાની નાળના માથાભારે દબાણકર્તા સામે પાલિકા તંત્ર લાચાર : વર્ષો જુના દબાણ હટાવવા પાલિકાએ નોટીસ આપી!
GeneralSurat

સુરત કાદરશાની નાળના માથાભારે દબાણકર્તા સામે પાલિકા તંત્ર લાચાર : વર્ષો જુના દબાણ હટાવવા પાલિકાએ નોટીસ આપી!

HM News
Last updated: 28/05/2021 11:18 AM
HM News
4 years ago
Share
SHARE

– કાદરશાની નાળ અપર્ણ એપાર્ટમેન્ટ ગેટ બહાર કાટપીટીયાઓનુ દબાણ દુર કરવામાં પાલિકા તંત્રને બીક લાગે છે

સુરત,તા.28 મે : સુરતમાં માથા ભારે દબાણ કરનારા સામે પાલિકા તંત્ર ઘુંટણીએ પડી રહ્યું હોવાથી દબાણ વધી રહ્યાં છે.નાનપુરામાં વર્ષો જુના દબાણ દુર કરવામાં પાલિકા તંત્રએ દબાણ દુર કરવાના બદલે નોટીસ આપતાં આશ્ચર્ય સર્જાયું છે.સામાન્ય લોકો દબાણ કરે તો પાલિકા કડકાઈથી દબાણ દુર કરીદે અને અને પોલીસ ફરિયાદ પણ કરે છે.પરંતુ નાનપુરા કાદરશાની નાળના દબાણ દુર કરવામાં પાલિકા તંત્રને બીક લાગી રહી છે જેના કારણે દબાણ દુર કરવાના બદલે નોટીસ આપવાનું નાટક કરી રહી છે.

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં કાદરશાની નાળમાં જાહેર રસ્તા પરના દબાણ તો છે જ પરંતુ તેની સાથે અપર્ણ એપાર્ટમેન્ટની દિવાલને અડીને વર્ષોથી કાટપીટીયાએ કબ્જો જમાવ્યો છે.પાલિકાનો કાયદેસરનો વેરો ભરનારા એપાર્ટમેન્ટના રહીશોની હાલત એવી છે કે, ગેટની બહાર તેમના વાહનો પાર્ક કરવાની જગ્યા પણ નથી.એપાર્ટમેન્ટમા આવેલા મહેમાન ગેટ બહાર પાર્કિંગ કરે તો માથાભારે દબાણ કરનારા તેમની સાથે ઝઘડો કરે છે અને વાહનોને નુકસાન પણ પહોંચાડતાં હોવાની ફરિયાદ છે.

છેલ્લા કેટલાક વખતથી સ્થાયી સમિતિમાં સેન્ટ્રલ ઝોનના ગેરકાયદે દબાણની ફરિયાદ થતી હોય આ ફરિયાદ થાય તેવી વકી હોવાથી સેન્ટ્રલ ઝોને કામગીરી બતાવવા માટે નોટીસ આપી દીધી છે.પાલિકાના અન્ય વિસ્તારમાં જ્યાં કર્મચારીઓનો વિરોધ નથી થતો અને માન આપવામાં આવે છે ત્યાં પાલિકા તંત્ર સિક્યુરીટી અને પોલીસને લઈ જઈને ગેરકાયદે દબાણ તાત્કાલિક હટાવી દે છે.પરંતુ આ જગ્યાએ માથાભારે તત્વોના દબાણ હોવાથી પાલિકા તંત્રને બીક લાગી રહી છે.

બાંગ્લાદેશ : હિન્દુઓ સામે હિંસા ભડકાવવા દુર્ગા પૂજા પંડાળમાં જાણી જોઈને કુરાન મુકનારાની પોલીસે કરી ઓળખ
ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ
ઈઝરાયલમાં ગઠબંધન સરકાર : નેતન્યાહુ PM બનશે
ઈન્કમ ટેક્સના છાપા દરમિયાન મળેલી શિવસેના નેતા યશવંત જાધવની ડાયરીમાં વધુ 2 નામના ઉલ્લેખથી ખળભળાટ
હ્યુમન રાઇટ્સના નામે નાણાંનો તોડ કરનાર ચાર શખ્સો ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article સિવિલમાં 4 ઓપરેશન થિયેટર શરૃ કરાયા, પાંચ દિવસમાં 80 સર્જરી
Next Article બાબા વિરુદ્ધ ખુલ્યો મોર્ચો ! IMA બંગાળ બ્રાન્ચે યોગગુરુ બાબા રામદેવ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up