સુરત,તા.28 મે : સુરત શહેરમાં કોરોના સંક્રમણના કેસો રોજેરોજ ઘટી રહ્યાં હોવાથી, આગામી જૂનથી કાપડ માર્કેટ સંપૂર્ણ દિવસ ધમધમતી થઇ જશે,એવી અપેક્ષાઓ હતી.પરંતુ રાજ્ય સરકારે તા.3જી જુન સુધી સમય યથાવત રાખ્યો છે.
કાપડ માર્કેટ ગઈ તા. 20મીથી પુનઃ શરૂ કરવામાં આવી છે.માર્કેટમાં દુકાન ખોલવાનો સમય સવારે 9:00 થી બપોરના 3:00 સુધીનો છે.માર્કેટની દુકાન સાંજના 06:00 સુધી ખોલવા દેવામાં આવે એવી, રજૂઆત ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો. (ફોસ્ટા) તરફથી રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી.અત્યારે જે સમય આપવામાં આવ્યો છે તે વેપારીઓ માટે અનુકૂળ નથી.અડધા દિવસમાં કામકાજો પૂરી રીતે થઈ શકતા નથી.તેથી માર્કેટ સાંજના 06:00 સુધી ચાલુ રહે એવી લાગણી મોટાભાગના વેપારીઓની છે.જોકે, આ સાથે સુરત શહેરમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યાં હોવાથી પણ જૂન પહેલીથી સંભવતઃ વધુ છૂટછાટ મળશે એવી અપેક્ષાઓ સૌની હતી,જે અત્યારે ફળી નથી.