સુરત, તા. 22 એપ્રિલ : હરિદ્વાર કુંભ મેળા માંથી પરત આવેલા 11 યાત્રાળુ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ યાત્રાળુ પોઝિટિવ આવ્યા છે. સુરત મહાનગરપાલિકા માટે હાલમાં રમજાન મહિના સાથે કુંભ મેળા માંથી પરત આવતા લોકો પડકાર બની ગયા છે.
છેલ્લા બે દિવસમાં 11 લોકો કુંભ મેળા માંથી આવેલા પોઝિટિવ મળ્યા છે.જેના કારણે પાલિકા તંત્રે વધુ આક્રમક સર્વે શરૂ કર્યો છે.જેમાં કુંભમેળાની ટ્રાવેલ હિસ્ટ્રી હોય તેવા વધુ પાંચ લોકો પોઝિટિવ મળ્યા છે.પોઝિટિવ આવનારમાં સરથાણા વિસ્તારના બે,અશ્વનિકુમાર ધરમ નગરના એક કડોદરાના એક અને ભરથાણા વેસુના એક યાત્રાળુ પોઝિટિવ મળી આવ્યા છે.


