સુરત: કુરીયરની ઓફીસ અંદરથી બંધ કરી જુગાર રમતા 14 ઝડપાયા

HM News
1 Min Read

– રોકડા રૂ.1.04 લાખ અને 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.02 લાખનો મુદ્દામાલ કબજે

સુરત,તા.17 ડિસેમ્બર 2021 શુક્રવાર : ઉધના સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે કુરીયરની ઓફીસ અંદરથી બંધ કરી જુગાર રમતા 14 જુગારીઓને ઉધના પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.1.04 લાખ અને 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ગુરુવારે સાંજે સાશ્વત કોમ્પલેક્ષના બીજા માળે દુકાન નં.એસ/12 ફેન્ડસ કુરીયરની અંદર બંધ દુકાનમાં છાપો મારી ત્યાં દુકાન અંદરથી બંધ કરી જુગાર રમતા કુરીયર સંચાલક સહિત 14 ને ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,03,960 અને રૂ.98 હજારની કિંમતના 13 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,01,960 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જુગાર રમતા ઝડપાયેલાઓમાં કુરીયરનું કામ કરનારા,શાકભાજીના વેપારી,ટિફિન પાર્સલ સર્વિસ સાથે સંકળાયેલા,એમ્બ્રોઇડરીના વેપારી અને શ્રમજીવીઓ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *