સુરત, તા. માર્ચ 2020, બુધવાર
સુરત શહેરમાં કોરોના વાયરસ હાહાકાર મચી ગયો છે તેવા સમયે દક્ષિણ ગુજરાતી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 4 થી 6 દિવસ દરમિયાન વિવિધ વોર્ડમાં દાખલ 975 દર્દીઓને રજા આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ પુણા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય બીપીનભાઈ હરિયાણી 20 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજા થઇ હતી જેમાં તેમના જમણા પગનો વધુ ઇજા થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમનુ થોડા દિવસ પહેલા જમણા પગનું ઓપરેશન થયું હતું અને એક ઓપરેશન બાકી હતું.
જો કે ગઈ કાલે તેમના પરિવારને હાલની પરિસ્થિતિ અંગે ડોક્ટરે જાણ કરી તેમની રજા આપવા કહ્યું હતુ. જો કે દર્દી પથારીવશ હોવાથી તેમના પરિવારજનોની હાલત કફોડી હતી. આખરે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ડોક્ટરની વાત માની રજા લઈને ઘરે ગયા હોવાનું તેમના સંબંધી જણાવ્યું હતું.
મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં 800 દર્દી વોર્ડમાં સારવાર લઇને કેપેસિટી છે જોકે હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને છેલ્લા ચારથી છ દિવસમાં અંદાજિત 375 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આ ઉપરાંત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સરેરાશ વિવિધ વોર્ડમાં 1000 જેટલા દર્દીઓ સારવાર અર્થે દાખલ કરવામાં આવતા હોય છે પણ હાલ પરિસ્થિતિને લીધે સિવિલમાંથી છેલ્લા ચાર થી છ દિવસમાં 600 જેટલા દર્દીઓને વોર્ડમાંથી રજા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેમાં ગઈકાલે 200 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી જેમાં કેટલાક દર્દીઓ પોતાની મરજીથી રજા લીધી તો કેટલાક સારા થઈ ગયા હોવાથી રજા આપવામાં આવી હોવાનું ડોક્ટર સૂત્રોએ જણાવ્યું હતું.