સુરત, તા. 30 મે : કોરોના વાઈરસને લીધે હાલમાં ચાલતા ચોથા તબક્કાના લોકડાઉનની અવધિ આવતીકાલે 31 મે ના રોજ પૂરી થઈ રહી છે.જે દરમિયાન સુરત જિલ્લા ન્યાયાલયની કોર્ટો તથા અન્ય કોર્ટોમાં અર્જન્ટ કેસ કાર્યવાહી સિવાય તમામ બેંકોના કામકાજ બંધ કરવામાં આવ્યા છે.અર્જન્ટ કોર્ટ કાર્યવાહી 31 મે સુધી લંબાવવામાં આવી હતી.આજે સુરત જિલ્લા ન્યાયાલય કોર્ટ તાબાની તમામ કોર્ટોમાં આ અર્જન્ટ કોર્ટની કાર્યવાહીની મુદત 1 જૂનથી 16 જુન સુધી વધારી દેવામાં આવી છે.
સુરત જિલ્લા ન્યાયાધીશ દ્વારા જારી કરવામાં આવેલ ઓર્ડરના પગલે અર્જન્ટ કોર્ટના એપેલેટ જ જો તેમના 50 ટકા સ્ટાફથી રોટેશન મુજબ અર્જન્ટ કેસ કાર્યવાહીની સુનાવણી સવારે 11 થી 1 કલાક દરમિયાન હાથ ધરશે જ્યારે જેએમએફસી કસ્ટડી તથા કામોની સુનાવણી રોટેશન પ્રમાણે હાથ ધરશે.
જેથી અગાઉ પણ સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા અર્જન્ટ કેસોની કાર્યવાહીની મુદત લંબાવવામાં આવી હતી.જેના પગલે આજે પણ 16 જુન સુધી અર્જન્ટ કોર્ટ કાર્યરત રહેશે.જેનો સીધો સંખ્યા સંકેત મળે છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો 16 જુન સુધી જાહેર થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.