Thursday, April 24, 2025
🌤️ 28.3°C  Surat
Breaking News
TRENDING NEWS

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ખુલાસો : 7-7 વાર આરોપી અને યુવતીના પિતા વચ્ચે થયું હતું સમાધાન, પણ ….

Table of Content

– સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

સુરત : કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે.તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું.છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો.થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો.

સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી.આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે.પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો.આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું.પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.

અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે.રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે ગયા હતા.જ્યાં તેમણે પરિવાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે.આ ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે.આ ચોંકાવનારી ઘટનાના ફુટેજ,મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે.આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે.સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે.તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.

આરોપી યુવકના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો

આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે.તે અમારા કહ્યામાં નથી.તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો.ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું,પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો.તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

હર્ષ સંઘવીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

હર્ષ સંઘવીએ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ રેન્જ IG રાજકુમાર પાંડિયન પણ હર્ષ સંઘવી સાથે જોડાયા હતા.અને દીકરીને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.ભોગ બનાનર પરિવાર સાથે મુલાકાત બાદ સંઘવીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, FSLનો રિપોર્ટ 24 કલાકમાં આપવા કહ્યું છે.તમામ પુરાવાના ગણતરીના કલાકમાં ભેગા કરાયા છે.રેન્જ IGની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. ગણતરીના દિવસોમાં ચાર્જશીટ માટે આદેશ અપાયો છે.દીકરીને ઝડપથી ન્યાય મળે તે રીતે કામગીરીનો આદેશ અપાયો છે.દાખલારૂપ ઘટના બને તે રીતે કામગીરી કરાશે.પોલીસ અને સરકાર સંકલન કરી કોર્ટમાં કેસ લડશે. પરિવાર જે પણ વકીલ કહેશે તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.પોલીસને રાત-દિવસ એક કરીને કામ કરવા કહેવાયું છે.પોલીસને મજબૂતાઈથી ચાર્જશીટ કરવાનો આદેશ અપાયો છે. આરોપીને કડક સજા મળે તે રીતે પોલીસ મહેનત કરશે.

નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે યુવતીની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં યુવતીની હત્યા કરી હતી.એક વર્ષથી યુવતીને હેરાન કરતા યુવકને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે ફરી ઘરે આવી ગયો હતો.જો કે, તેને ફરી સમજાવવા જતાં યુવતીના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News