સુરત : ગુજરાતમાં વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થઈ રહી છે.સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકોના 168 ઉમેદવારોના રાજકીય ભાવિ પરથી પડદો ઊંચકાવાનો શરૂ થઇ જશે.ભલે 168 ઉમેદવારો મેદાને જંગમાં છે પરંતુ, ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ભાજપની ટક્કર 5 બેઠકો પર આપ પાર્ટીના ઉમેદવારો સાથે જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો સાથે થશે.બેલેટ પેપરનું સૌ પ્રથમ કાઉન્ટિંગ કરતા વરાછાથી આપ અલ્પેશ ક્થીરિયા પાછળ છે જ્યારે કતારગામમાં આપ નેતા ગોપાલ ઈટાલીયા આગળ છે.હાલ સૌ કોઈની નજર વરાછ અને કતારગામ સહિતની બેઠકો છે.સુરતમાં ગાંધી એન્જિનિયરિંગ અને એસવીએનઆઈટી ખાતે સવારે 8 વાગ્યો મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.દરેક રાજકીય પક્ષોએ ચૂંટણી બાદ જીતના દાવા કર્યા હતાં.
– ચોર્યાસી બેઠકના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈ 11,000 મતોની સરસાઈથી આગળ
– કતારગામમાં પ્રથમ રાઉન્ડમાં વિનુ મોરડિયા 2950 વોટથી આગળ
– સુરતની મજુરા બેઠક પર ગૃહ રાજયમંત્રી અને ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી પ્રથમ રાઉન્ડમાં 6524 મત અને બીજા રાઉન્ડમાં 6822 મત મેળવી જંગી સરસાઈથી આગળ
– કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન ત્રીજા ક્રમે માત્ર 296 અને 319 મત મળ્યાં આપના પીવીએસ શર્માને કોંગ્રેસ કરતાં વધુ 511 અને 513 મત મળ્યાં.
– બીજા રાઉન્ડના અંતે સુરત કરંજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 4414 મતથી આગળ ચાલી રહ્યાં છે
– વરાછા બેઠક પર પહેલા રાઉન્ડ માં. અલ્પેશ અને કુમાર કાનાણી વચ્ચે કસોકસ ક્યારેક આગળ ક્યારેક પાછળ
– પ્રવીણ ઘોઘારી કરંજ બેઠક પર ત્રીજા રાઉન્ડ માં 7014મત થી આગળ
– બીજા રાઉન્ડમાં સુરત પુર્વમાં અરવિંદ રાણા અસલમની સામે 6 હજાર મતોથી પાછળ
– સુરત જિલ્લાની ઓલપાડ બેઠક પર ભાજપ સરકારના ઊર્જા મંત્રી મુકેશ પટેલ પ્રથમ રાઉન્ડમાં 3689 મત સાથે આગળ
– કોંગ્રેસના દર્શન નાયકને 2662 મત અને આપના ધાર્મિક માલવીયા ને માત્ર 118 મત મળ્યાં
– કામરેજમાં ભાજપના પ્રફલ પાનશેરીયાને કોંગ્રેસ અને આપના ઉમેદવારથી તાર ગણા વધારે મતો અત્યાર સુધી મળ્યા છે
– સુરત પૂર્વમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલા 4044 મતથી આગળ ભાજપના અરવિંદ રાણાને 2893 મત, MIM ના વસિમ કુરેશીને 64 મત મળ્યાં
– કતારગામ બેઠક પર વિનુ મોરડીયા આગળ
– કતારગામમાં ગોપાલ ઈટાલીયા પાછળ
– વરાછા બેઠક પરથી ભાજપના કુમાર કાનાણી 1 હાજર મતથી આગળ
– ઈલેક્શન કમિશને ટ્વીટ કરી માહિતી આપી
– ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં મીડિયા સેન્ટરમાં લાઈવ પ્રસારણની કોઈ સુવિધા નથી.
– સુરતમાં બેલેટ પેપર મતગણતરી પૂરી, EVM મતગણતરી શરૂ
– વરાછા-કતારગામમાં ભાજપને મળી લીડ
– મજૂરા સીટ પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવી આગળ
– ભાજપ 16માંથી 7 સાથે ભાજપ આગળ
– વરાછાથી આપના અલ્પેશ ક્થીરિયા પાછળ,જ્યારે કતારગામમાં ગોપાલ ઇટાલિયા
– બેલેટ પેપરથી મતગણતરી શરૂ
– સુરતમાં મતગણતરી શરૂ
– વરાછાથી ભાજપના કુમાર કાનાણી આગળ
ગુજરાતમાં ત્રિપંખિયા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે.ત્યારે સુરતમાં 16 સીટમાંથી 12 બેઠકો પર ભાજપ આગળ છે.
EVMની ગણતરી શરૂ, ભાજપ આગળ
ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં વહેલી સવારે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે,જ્યાં સૌ પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી હતી.અ્ને ત્યાર બાદ EVMની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં સુરતની 16 બેઠકોમાંથી સુરત શેહરની 12 બેઠકોમાં ભાજપ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.ત્યારે શરૂઆતમાં કતારગામ અને વરાછામાં આપ આગળ જોવા મળ્યું હતું. ત્યારે હવે ભાજપના કુમાર કાનાણી આગળ ચાલી રહ્યાં છે.અલ્પેશ કથીરિયા થોડા મતથી પાછળ છે.
સૌ પ્રથમ બેલેટ પેપરનું કાઉન્ટિંગ થશે
સુરતમાં મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી.હાલ સૌ પ્રથમ બેલેટ પેપરની મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને ફરજ પર મતદાનના દિવસે હાજર રહેલા લોકોએ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.જેથી નિયમ પ્રમાણે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ ગણવાની શરૂઆત કરવામાં આવી હતી.
ગઇ તા.1લી ડિસેમ્બરના રોજ સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનમાં કુલ 29,53,530 મતદારોએ મતદાન કર્યું છે. 16,06,041 પુરુષ મતદારો અને 13,47,438 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું છે.સવારે 8 કલાકથી મતગણતરીની શરૂ થનારી પ્રક્રિયામાં પ્રથમ પોસ્ટલ બેલેટ અને એ પછી ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી.
ચૂંટણી જંગની વાત કરીએ તો 5 બેઠકો છે જેમાં વરાછારોડ, કામરેજ,કરંજ,કતારગામ અને સુરત ઉત્તર.આ બેઠકો પર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.જ્યારે સુરત પૂર્વ,ઓલપાડ,ચોર્યાસી,સુરત પશ્ચિમ, ઉધના,લિંબાયત અને મજૂરા બેઠકો પર ભાજપની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવારો સાથે જોવા મળી રહી છે.આ બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટીએ ન તો સ્ટાર પ્રચારકની રેલી,રોડ શો કે સભા પણ યોજી નથી.આમ આદમી પાર્ટીએ ફક્ત પાટીદાર વસતિ ધરાવતા વિસ્તારોમાં જ રોડ શો, રેલીઓ યોજી છે.